ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 17 માર્ચ 2016 (23:47 IST)

ઉનાળા દરમિયાન ત્વચાની માવજત કરવું અતિઆવશ્યક

શહેરોમાં પ્રદૂષિત વાતાવરણની અસરને પરિણામે ચહેરા પર ધૂળ-માટી જામી જાય છે. પરિણામે ત્વચા નિસ્તેજ બની જાય છે. ઉનાળા દરમિયાન ત્વચાની માવજત કરવાનું અતિઆવશ્યક છે. રૂપેરી પડદે દેખા દેતી અભિનેત્રીઓના ચહેરાની ચમક જોઈને દરેકના મનમાં આવી મનીષા જાગે છે. એ મનીષા પૂરી કરવા માવજત કરવાનું જરૂરી છે. આમ તો ત્રણ રંગની ત્વચા હોય છે. ગોરી, ઘઉંવર્ણી અને શ્યામળી.

ગોરી ત્વચાવાળી યુવતીઓએ ઉનાળા દરમિયાન વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. ગોરી યુવતીઓએ રોઝી ટિંજ પર્લટોન્સવાળા બ્રોન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરથી વધુ ગાઢા રંગના બ્રોન્ઝરનો ઉપયોગ કદાપિ ન કરવો જોઈએ.

આનો ઉપયોગ કરવાથી ચહેરો જરા વધુ ચમકશે અને ફીચર્સ શાર્પ નહીં લાગે.

નેચરલ ગ્લો લગાડવા સ્કિન ટૉનથી વિપરીત બ્રૉન્ઝર પસંદ ન કરવું.

ઘઉંવર્ણી ત્વચા : ઑલિવ ટોન્સ અને ઘઉંવર્ણી ત્વચા પર બ્રૉન્ઝર લગાડવાનું સારું પડે છે. શિમર ગ્લો માટે વાર્મર શેડ્સ લાઈટ શિમરની પસંદગી કરી શકો. લગભગ ત્વચા સાથે મૅચ થઈ જતું હોય છે.

નેચરલ ટૉન (શ્યામળી ત્વચા) : તમારી ત્વચા શ્યામળી હોય તો બૉન્ઝર લગાવવાથી નિખરી ઊઠે છે. ચહેરા પરના ચિકબૉન્સ, નાક અને હડપચીને હાઈલાઈટ કરવા બ્રૉન્ઝરનો પ્રયોગ કરી જુઓ. સિલ્વર અને પર્લ શેડવાળા બૉન્ઝરનો ઉપયોગ કરવાનો વિચાર પણ ન કરવો. એ રંગ ત્વચા પર અકુદરતી લાગશે.

બૉન્ઝર કેવી રીતે લગાવશો : બૉન્ઝર હાઈલાઈટર ત્વચા પર કુદરતી લાગે એટલા માટે મેકઅપ બ્રશ વડે સારી રીતે બ્લેન્ડ કરવાનું આવશ્યક છે. મોટું ગોળ નાના હૅન્ડલવાળું કાબુકી બ્રશથી ચિકબૉન્સ અને ચહેરાના શ્રેષ્ઠ ફીચરને હાઈલાઈટ કરવા અંદરથી બહારની તરફ

બ્રશ ફેરવો. બ્રૉન્ઝર લગાડ્યા પછી વધેલા બૉન્ઝરને ખંખેરો. ટિશ્યુથી બ્રશ લૂછવાનું ભૂલતા નહીં.

મિનરલ ફેશિયલ સનસ્ક્રિન: ઉનાળા દરમિયાન આ સનસ્ક્રિનનો ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યું છે. આ પ્રકારનું સનસ્ક્રિન પ્રિફિલ્ડ ક્ધટેનર અને બ્રશ સાથે મળે છે. એટલે બ્રશવડે સનસ્ક્રિન આખા ચહેરા પર સહેલાઈથી લગાવી શકો. આનો ફાયદો એ છે કે ચહેરાની ત્વચાને યુવી કિરણોથી રક્ષણ મળે છે. ત્વચાની સાથે મૅચ થાય તેવું પણ લઈ શકો. ચહેરો દમકશે.

નેઈલપૉલિશ: ઉનાળા દરમિયાન નખ બટકી જતા હોય તો નેઈલપૉલિશ લગાવી શકો. રેડ, પિંક અને કોરલ કલર્સનું ચલણ વધુ છે.

બૉડી સ્ક્રબ: સામાન્ય રીતે શિયાળા અને વસંતમાં શરીરની ત્વચા પર નકામા કોષ બાઝી ગયા હોય છે. એથી ત્વચા ઝાંખી પડી જાય છે. ત્વચા પરના નકામા કોષ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવાનું આવશ્યક છે. સ્ક્રબ લગાવવાથી નકામા કોષ નીકળી જતાં ત્વચા પાછી દમકે છે. ટૅનર લગાવવાના એક અઠવાડિયા પહેલાં સ્ક્રબનો ઉપયોગ કરી ત્વચા પરના નકામા કોષ દૂર કરો.

એસપીએફ લિપ બામ: આમ પણ હોઠની ત્વચા સંવેદનશીલ હોય છે. ઘણાંને ઉનાળા દરમિયાન હોઠ ફાટવાની તકલીફ થતી હોય છે. હોઠની ત્વચાનું કવચ છે એસપીએફ ધરાવતો લિપ બામ. આનો ઉપયોગ કરવાથી હોઠની ત્વચા રુક્ષ થવાની અને હોઠ પર ચાઠાં પડવાની તકલીફ નિવારી શકશો. હોઠની ત્વચા સુંવાળી રાખવા એસપીએફ-૧૫ લિપ બામ ટ્રાય કરી જોજો.

સનસ્ક્રિન લોશન : ઉનાળા દરમિયાન સનસ્ક્રિન લૉશનનો ઉપયોગ કરવાનું બેહદ આવશ્યક છે. ફ્રૂટી સનસ્ક્રિન પસંદ કરીને ટ્રાય કરી જોજો ફરક વર્તાશે.