શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

બ્યુટી ટિપ્સ - કાજળ ફેલાતા કેવી રીતે રોકીએ !

મોટાભાગની છોકરીઓને કાજળ લગાવવું પસંદ હોય છે. કાજલ લગાડવાથી આંખ ખૂબસૂરત અને મોટી  દેખાય  છે. ઘણી છોકરીઓ તો કાજળ એટલુ ગમે છે કે તે એક પણ દિવસ ન લગાવે તો ચેહરો કુમળાયેલો લાગે છે. પણ કાજળ લગાવવી પણ એક કલા છે . કાજળ સ્ટ્રોક કઈ રીતે લગાડીએ. આ બહુ મહત્વનું હોય  છે. આમ તો માત્ર યોગ્ય રીતે કાજળ લગાવી લેવું જ પૂરતું નથી. જરૂરી એ છે કે તમારું કાજળ એ રીતે લાગેલું હોય કે તે ફેલાય નહી. કાજળ ફેલાય જાય તો બધો  મેકઅપ ખરાબ લાગે છે. તેથી તમે આ ઉપાયોને અજમાવીને તમારા કાજળ ફેલવવાથી રોકી શકો છો. 
 
1. કાજળ લગાડતા પહેલા જરૂરી છે કે તમે તમારો ચેહરો ટોનરથી સાફ કરી લો. તેથી ત્વચા પર રહેલ તેલ સાફ થઈ જશે. જેનાથી કાજળને ફેલવાનો ડર ઓછો થઈ જાય છે. 
 
2. કાજળ લગાડતા પહેલા આંખના નીચે થોડો પાવડર લગાવી લો. તમે ઈચ્છો તો નીચે બ્રશ કે સ્પંજની મદદથી પાવડર પણ લગાવી શકો છો. 
 
3. હમેશા વાટર પ્રૂફ કાજળ ઉપયોગ કરો. વાટરપ્રૂફ કાજળ ફેલાતુ નથી. અને લાંબા સમય સુધી ટકી પણ રહે છે. 
 
4. આઈલાઈનર લગાવીને જ કાજળ લગાવવાથી પણ આ ઓછું ફેલાય છે.