ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

તમારી સુંદરતા નિખારવા માટે ટૂથપેસ્ટ બેસ્ટ છે

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ટૂથપેસ્ટનો ઉપયોગ દાંતોને ચમકાવવા સુધી જ સીમિત નથી. તેનો બીજા અનેક કામોમાં ઉપયોગ કરી શકાય છે. જાણો આ કયા કયા કામમાં આવી શકે છે. 
 
તમારી સુંદરતા નિખારવા માટે ટૂથપેસ્ટ બેસ્ટ છે. આ માટે એક ટેબલ સ્પૂન ટૂથપેસ્ટમાં થોડો લીંબૂનો રસ નાખીને લગાવો. આ ફેસપેક થોડીવાર રાખ્યા પછી ધોઈ નાખો. 
 
ખીલથી બચાવ કરે છે ટૂથપેસ્ટ. રાત્રે ખીલ પર ટૂથપેસ્ટ લગાવીને સૂઈ જાવ. ખીલ સુકાય જશે. દાગ પણ નહી દેખાય. 
 
ચેહરાના દાગ ધબ્બા માટે - ટૂથપેસ્ટમાં દૂધ મિક્સ કરીને લગાવો. આ ઉપરાંત ટૂથપેસ્ટની મદદથી કરચલીઓ પણ ઓછી કરી શકાય છે. આ માટે રાત્રે કરચલીવાળા સ્થાન પર ટૂથપેસ્ટ લગાવી લો અને સવારે મોઢુ ધોઈ લો. 
 
બ્લેકહેડ્સન દૂર કરવા માટે ટૂથપેસ્ટને અખરોટ સ્ક્રબ સાથે મિક્સ કરી લગાવો. 
 
આ ઉપરાંત ચેહરાના વાળને કાઢવા માટે ટૂથપેસ્ટ સાથે લીંબુ અને મીઠુ કે ખાંડ લઈને આ મિશ્રણને લગાવો. આ મિશ્રણથી ત્વચાને નીચેથી ઉપર તરફ સરકાવો. 
 
આ કપડા પર પડેલ લિપસ્ટિક કે શાહીના ડાધ વગેરે દૂર કરવામાં પણ ઉપયોગી છે. આ દાગ ધબ્બાવાળા સ્થાન પર લગાવી દો અને થોડીવારમાં ધોઈ લો. જો કાંચની ટેબલ પર ચા ના કપના નિશાન પડી ગયા છે તો ટૂથપેસ્ટ દ્વારા હટાવી લો. આ  ઉપરાંત ઘરમાં બાળકોએ જો દિવાલ ગંદી કરી છે તો ટૂથપેસ્ટ લગાવીને સાફ કરી દો. તેનાથી દીવાલનો રંગ પણ ઝાંખો નહી પડે. 
 
જો તમે મેનીક્યોર કે પેડીક્યોર માટે પાર્લર જવા ન માંગતા હોય તો ઘરે જ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી મેનીક્યોર અને પેડીક્યોર કરી શકો છો. આ માટે પાણીમાં ટૂથપેસ્ટને ભેળવીને પ્રયોગ કરી શકાય છે.  એટલુ જ નહી ઘરના અરીસાને પણ આનાથી સાફ કરી શકાય છે. તેનાથી મેનીક્યોર અને પેડીક્યોર પણ કરી શકાય છે.  નખ પર ટૂથપેસ્ટથી માલિશ કરવાથી નખની શાઈનિંગ પાછી આવે છે.