Widgets Magazine

પાતળા વાળથી પરેશાન છો તો લગાવો આ નેચરલ ઓઈલ

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (12:34 IST)

Widgets Magazine
tree tea oil

દરેક યુવતી ઈચ્છે છેકે તેના વાળ લાંબા અને ઘટ્ટ હોય. અનેકવાર પહેલા તો વાળ જાડા હોય છે પણ પછી તે ઝડપથી પાતળા થવા માંડે છે. તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેવા કે ખોટુ ખાન-પાન અને કૈમિકલયુક્ત પ્રોડક્ટ. જો તમે પણ પાતળા વાળથી પરેશાન છો તો નેચરલ ઓઈલનો ઉપયોગ કરો. આજે આપણે આપણા ઘરે ઑઈલ બનાવતા શિખવાડીશુ. જેનાથી તમારા વાળ જાડા અને સુંદર બનશે. 
 
સામગ્રી 
 
- 1 નાની વાડકી નારિયળ કે બદામનુ તેલ 
- 2 લસણની કળિયો (નાના નાના ટુકડામાં કાપેલી) 
- અડધી ડુંગળી 
- ટી ટ્રી ઑઈલ 
 
ઓઈલ બનાવવાની વિધિ 
 
1. સૌ પહેલા એક પેનમાં નારિયળનુ તેલ નાખો 
2. તે પીગળતા તેમા લસણ અને ડુંગળી નાખીને તાપ ધીમો કરી દો. 
3. ડુંગળી ગુલાબી થતા ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા માટે મુકી દો. 
4. ઠંડુ થતા તેમા ટી ટ્રી ઑયલ મિક્સ કરો. પછી તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. 
 
લગાવવાની રીત - તેને તમે સાધારણ તેલની જેમ તમારા વાળમાં લગાવી શકો છો. તેલને માથામાં ઓછામાં ઓછુ એક કલાક માટે રહેવા દો. આખી રાત તેલ લગાવવાથી વધુ ફાયદો મળશે.  પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આવુ અઠવાડિયા 3-4 વાર કરવાથી તમને 6 મહિનામાં તમારા વાળમાં ફરક જોવા મળશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

ટમેટાનો ફેસ પેક માત્ર 1 દિવસમાં ખીલથી છુટકારા

બ્યૂટી- ચેહરા પર ખીલની સમસ્યાઓ હોવાની કોઈ ખાસ ઉમ્ર નહી હોય છે. ખીલ કોઈ પણ ઉમ્રમાં થઈ શકે ...

news

ઘરની અંદર તમાલપત્ર સળગાવવાથી હોય છે આ લાભ

વધારેપણું લોકો તનાવના શિકાર હોય છે. એ તનાવથી છુટકારા મેળવા માટે ઘણા ઉપાય કરે છે. જેમ કે ...

news

Beatuty Tips - ચોખાના પાણીથી નિખારો ત્વચા

બ્યૂટી- ખૂબસૂરત ત્વચા મેળવા માટે છોકરીઓ કઈક ન કઈક કરે છે. ફેશિયલ બ્લીચ મોંઘા થી મોંઘા ...

news

12 tips જે દરેક છોકરીને ખબર હોવી જોઈએ.

- કપડા પર રેડવાઈનના ડાઘ લાગી જાય તો વ્હાઈટ વાઈનમાં કૉતન ડિપ કરી અફેક્ટેડ ક્ષેત્રમાં રબ ...