શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 23 જાન્યુઆરી 2019 (17:07 IST)

આ 7 ટિપ્સ અજમાવી અને નાના કિચનને મોટું લુક આપો

કિચન કે રસોડા ઘરની એક માત્ર એવી જગ્યા છે જ્યાં બધા સભ્યોની જરૂરિયાત અને ઈચ્છાઓનો પૂરતો ધ્યાન રખાય છે. જો તમારું કિચન નાનું છે અને તેમાં જગ્યા ઓછી છે ત્યારે તેને વ્યવસ્થિત રાખવું એક મુશ્કેલ કામ થઈ જાય છે. સાથે જ તમે આ પણ ઈચ્છશો કે તમારું કિચન હળવું લાગે અને નકામા ભરેલું ન લાગે. તો આવો, તમને જણાવીએ નાના કિચનને વ્યવસ્થિત સુઘડ અને મોટું જોવાવવાના ટીપ્સ 
1. કિચનને સાફ સુથરો રાખવા માટે ઘરમાં જેટલા સભ્ય છે તેના હિસાબે લિમિટમાં વાસણ બહાર રાખવું. બાકીના વાસણ પેક કરીને મૂકી દો અને માત્ર મેહમાનને આવતા પર કે જરૂર પડતા પર જ તેને કાઢવું. 
 
2. ફર્શ પર વાસણ રાખવાથી જગ્યા ઘેરાય છે અને તે પથરાયેલા લાગે છે. તમે વાસણને દીવાલ પર ટાંગી શકો છો, તેના માટે S શેપના હુક્સનો ઉપયોગ કરવું. 
 
3. કિચનની દીવાલનો ભરપૂર ઉપયોગ કરવું. જો દીવાલમાં અલમારી બની હોય તો તેમાં વાસણ અને બીકા કરિયાણાનો સામાનને વ્યવસ્થિત રાખો. 
 
4. બધા સામાનની એક જગ્યા નક્કી કરી નાખો. ઘરના સભ્યોને જણાવવું કે કયું સામાન કઈ જગ્યા તમને નક્કી કરી છે. બધાથી સામાન ઉપયોગ કર્યા પછી તેને તેમજ રાખવા માટે કહેવું. તેનાથી કિચન વ્યવસ્થિત જોવાશે. 
 
5. દીવાલની અલમારી કે ડ્રાવરમાં સામાન ભરવાની જગ્યા, તેની જગ્યા વિભાજિત કરી લો. તેના માટે તમે લાકડીના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. હવે દરેક ખંડમાં ખાસ વાસણ કે સામાન મૂકવું. આવું કરવાથી સામાન વ્યવસ્થિત જોવાશે અને કાઢવામાં પણ સરળતા થશે. 
 
6. કિચનના કાઉંટર પર ઈંસેટ સ્ટોરેજ પણ બનાવી શકો છો. તેમાં વાર વાર ઉપયોગ થયું સામાન મૂકો જેમકે ચાકૂ, ચમચા વગેરે. 
 
7. એક જેવી વસ્તુઓ એક સાથે મૂકો અને ક્રમાનુસાર મૂકો.