શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 2 જુલાઈ 2015 (16:45 IST)

ખૂબસૂરત બ્રા સિલેક્ટ કરવા માટે સહેલી રીત

જો તમારે દુનિયાની સાથે ચાલવું છે અને તમે ઈચ્છો છો કે છે કે બધાની નજર તમારા  પર રહે તો ફેશન , સ્ટાઈલને તો ધ્યાનમાં રાખવી જ પડશે. એના માટે ખૂબસૂરત અને આકર્ષક આઉટફિટ સિલેક્શનની સાથે જરૂરી છે બ્રાની પસંદગી. જેમાં તમે વધારે આકર્ષક અને ખૂબસૂરત નજર આવશો. તમે મેળવી શકો છો પરફેક્ટ લુકના કામ્બિનેશન .....
બેકલેસ ડ્રેસ
જો તમારી બેસ્ટ સાઈઝ  નાર્મલ છે તો આવી ડ્રેસના નીચે સ્ટેપલેસ બ્રા પહેરો , પણ જો બ્રેસ્ટ સાઈઝ તેનાથી પણ ઓછી છે તો સ્ટ્ર્પલેસ બ્રાની સાથે સિલિકોન પેડ્સ યૂઝ કરો.  તમે સ્ટ્રેપલેસ અંડરવાયર બ્રા પહેરી શકો છો. આ તમારા બ્રેસ્ટને વધારે સપોર્ટ આપે છે અને એ  વધારે સુડોલ અને ખૂબસૂરત દેખાય છે. 

વી નેક બ્રા- જો તમારું  આઉટફિટ ડીપ છે તો વી નેક  બ્રા ટ્રાય  કરો, આ બ્રેસ્ટના અડધા ભાગને કવર કરે છે. આથી આ ડ્રેસના ગળા નીચે બ્રા દેખાતી નથી. જો તમારા બ્રેસ્ટ હેવી અને મોટા હોય તો આવી મહિલાઓ આ બ્રા ને ન પહેરે. 
 
કુર્તા અને બ્લાઉઝ  - કુર્તા અને બ્લાઉઝના નીચે કોઈ પણ રીતની બ્રા પહેરી શકો છો. બસ બ્રાની સાઈઝ  અને ફિટિંગ યોગ્ય  હોવી જોઈએ. ત્યારે તમારી ડ્રેસમાં ખૂબસૂરતી ઉભરી આવશે અને બ્રેસ્ટ લાઈનને ફુલ લુક આપશે. પેડેદ અંડર વાયર કે પુશ અપ બ્રા તમે તમારી જરૂર અને સુવિધા પ્રમાણે કઈ પણ પસંદ કરી શકો છો. 
 
બોટ નેક ડ્રેસબોટ નેક ડ્રેસમાં ગળા મોટા હોય છે અને ખભાના કોર સુધી કટ હોય છે. એવા ડ્રેસેસના સાથે હાફ કટ બ્રા સિલેક્ટ કરો. આ બ્રાની સ્ટ્રેપસ એકદમ સાઈડમાં હોય છે. સાથે જ એમાં અંડરવાયર પણ હોય છે. જે બ્રાને સપોર્ટ આપે છે અને એને પહેરવાથી પરફેક્ટ લુક પણ આવે છે. જે તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે.