શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 15 ઑક્ટોબર 2016 (16:22 IST)

બે દિવસમાં ચેહરો ગોરો કરવાના 5 BEST ઉપાય

શું તમે ગોરા થવા માટે બજારના જુદા-જુદા મોંઘા પ્રોડક્સ્ટ્સ પ્રયોગ કરો છો.  જો તમારા જવાબ હા છે તો હવે તમને આવું કરવાની જરૂર નહી. કારણ કે અમે તમારા માટે એવા 5 સરળ ઘરેલૂ ઉપાય લાવ્યા છે જે તમારા ચેહરાનો ગ્લો વધારશે.. 
 
તડકો, પ્રદૂષણ વગેરેથી ચેહરા પર કરચલી, કાળા ડોટ્સ અને સ્કિનના રંગ ફીક્કો પડી જાય છે. બજારમાં મળતા પ્રોડક્સ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ હાનિકારક ગણાય છે.  તેથી સારુ રહેશે કે તમે ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો કારણ કે એનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી. 
 
1. બેકિંગ સોડા- બેકિંગ સોડા અને પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ ચેહરા પર 15 મિનિટ સુધી લગાડી રાખો. આ પેસ્ટને ચેહરા પર લગાવતા પહેલા મોઢાને ફેશવાસથી ધોઈ લો. 
 
2. દૂધ કેળા- પાકા કેળાને થોડા દૂધ સાથે પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચેહરો ધોઈ લો
 
3. ગુલાબજળ - ગુલાબજળ તમારા ચેહરાને ટોન કરીને પોષણ પહોંચાડશે. ગુલાબજળને મિલ્ક સાથે લગાવો અને રાત્રે સૂતા પહેલા ચેહરા પર લગાવો. તેનાથી ત્વચા ગોરી થશે.  
 
4. એલોવેરા જેલ - એલોવેરા જેલ તમારી ત્વચા ગોરી.. સાફ અને નરમ બનાવશે. તેને ચેહરા અને ગરદન પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચેહરો ઘોઈ લો. 
 
5. સૂરજમુખી બીજ - સૂરજમુખી બીજને આખી રાત પલાડો. પછી સવારે તેમા હળદર અને કેસરના થોડા રેસા નાખીને પેસ્ટ બનાવો. તેને ચેહરા પર 15 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી ધોઈ નાખો. તેનાથી ચેહરો ગોરો થશે.