ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (13:27 IST)

Winter Season - વૈસલીન સાથે જોડાયેલી આ ટિપ્સ છે ખૂબ કામની

શિયાળામાં સ્કિન ને ડ્રાઈ થવાથી બચાવવા માટે લોકો વેસલીનનો ઉપયોગ કરે છે. પણ તમે તેનો ઉપયોગ અનેક અન્ય બ્યુટી પ્રોબ્લમ્સથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો. જી હા વેસલીન ફક્ત સ્કિનના શુષ્ક થતા બચાવવાનુ જ કામ નથી કરતુ તેના બીજા અનેક ફાયદા પણ છે તો ચાલો જાણીએ વેસલીનના ફાયદા વિશે.. 
 
સૌથી પહેલો ફાયદો છે ડ્રાય લિપ્સ - સવાર અને સાંજે થોડુક વેસલીન લઈને હોઠ પર લગાવીને મસાજ કરો અને તેન આમ જ છોડી દો.  સાથે જ રાત્રે સૂતા પહેલા હોઠ પર વેસલીન લગાવીને સૂઈ જાવ. તેનાથી શિયાળામાં ક્યારેય તમારા હોઠ ડ્રાય નહી થાય અને ફાટે પણ નહી.  
 
વૈસલીન હાઈલાઈટર - ચેહરો જેને તમે હાઈલાઈટ કરવા માંગો છો ત્યા વૈસલીન લગાવીને મસાજ કરો અને સારી રીતે મર્જ કરો. તેનાથી ચેહરાને નેચરલ ગ્લો મળશે અને હાઈલાઈટરની પણ જરોરો નહી પડે 
 
ડાર્ક આઈબ્રો - આઈબ્રોને ડાર્ક બનાવવા માટે  વૈસલીનથી રાત્રે સૂતા પહેલા મસાજ કરો. આ જ રીતે પાંપણ પર તેને લગાવવાથી તેની પણ ગ્રોથ પણ  વધશે. 
 
બેમોઢાના વાળ - બે મોઢાવાળા વાળ દેખાવમાં તો ભદ્દા લાગે જ છે સાથે જ તેને કારણે ગ્રોથ પણ રોકાય જાય છે. આવામાં વૈસલીન હાથમાં રગડીને બે મોઢાવાળા વાળ પર લગાવો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. 
 
હેયર પૈક - વૈસલીન, એલોવેરા જૈલ, 5-4 ટીપા નારિયળનુ તેલ, વિટામિન ઈ કૈપ્સૂલ જૈલને મિક્સ કરો. તેને સ્કૈલ્પ પર સારી રીતે લગાવીને ચમ્પી કરો અને 2 કલાક માટે છોડી દો. પછી નોર્મલ પાણી અને માઈલ્ડ શૈપૂથી વાળ ધોઈ લો. આ પૈક દ્વારા હેયરફૉલ, શુષ્ક વાળ  અને ડૈડ્રફની સમસ્યા દૂર થશે. 
 
ડેડ સ્કિનથી છુટકારો - વૈસલીન અને કકરુ મીઠુ મિક્સ કરીને ચેહરા, હાથ-પગ અને ગરદન પર સ્ક્રબ કરો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે અને ચેહરા પર ગ્લો આવશે. 
 
મજબૂત નખ - વૈસલીનથી રોજ નખની મસાજ કરો. નખની ગ્રોથ વધશે અને તે મજબૂત રહેશે.  એટલુ જ નહી તેનાથી નખની આસપાસની સ્કિન ફાટવાની સમસ્યા પણ નહી થાય. 
 
ફાટેલી એડિયો - સૂતા પહેલા એડિયો પર વૈસલીનથી મસાજ કરો મોજા પહેરી લો. તેનાથી એડિયો ફાટે નહી અને તે સોફ્ટ તેમજ મુલાયમ બનશે. 
 
મેકઅપ રિમૂવર - મેકઅપ રિમૂવ કરવા માટે પણ તમે વૈસલીનનો ઉપયોગ કરી શકો છો.  ચેહરાની વૈસલીનથી મસાજ કરો અને પછી કોટનથી સાફ કરી લો.  તેનાથી મેકઅપ નીકળી જશે. 
 
હેયર કલરથી બચવા માટે - તમે જોયુ હશે કે તમે જ્યારે વાળમાં હેયર કલર લગાવો છો તો ગ્લ્બસ પહેરવા છતા ઘણીવાર હાથમાં કલર લાગી જાય છે. આ ઉપરાંત ઘણીવાર કલર કપાળ સુધી પણ દેખાય છે. આ સમસ્યાથી બચવા માટે વાળને કલર કરતી વખતે હેયર લાઈન પાસે સારી રીતે વેસલીન લગાવી લો. તેનાથી ડાય તમારી ત્વચા પર નહી લાગે અને તમારી ત્વચા સુરક્ષિત રહેશે.