શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઉપયોગી ક્રિમ : મલાઈ

N.D

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ચહેરા પર રૂખાપણું આવવા લાગી જાય છે અને હોઠ પણ ફાટી જાય છે. સવારે સ્નાન કરીને ક્રિમ લગાવી અને બે-ત્રણ કલાક બાદ તો જાણે ફરીથી ચહેરો રુક્ષ થવા લાગતો હોય તેવું અનુભવાય છે.

બજારની રોજ નવી નવી આવતી ક્રીમો તમારા ચહેરાને રુક્ષ બનાવી દે છે. પરંતુ ઘરમાં હંમેશા ઉપલબ્ધ રહેનાર ક્રીમ એટલે કે મલાઈ પર પણ ક્યારેક નજર નાંખવી જોઈએ. મલાઈને થોડાક નુસખા દ્વારા અજમાવીને જુઓ-

* રોજ ચહેરા પર મલાઈની અંદર લીંબુનો રસ ભેળવીને લગાવવાથી ચહેરો અને હોઠ ફાટતા નથી.

* થોડીક મલાઈ અને એક ચમચી ઉબટન સાબુની જગ્યાએ વાપરો. આનાથી ત્વચા મુલાયમ થાય છે.

* મુલતાની માટી અને એક ચમચી મલાઈ ભેળવીને ચહેરા પર લગાવવાથી રંગ નિખરી જાય છે.

* ત્રણ-ચાર બદામ અને દસ-બાર દેશી ગુલાબની પાંદડીઓ પીસીને એક ચમચી મલાઈમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ અન ચહેરા પરના ડાઘા દૂર થાય છે.

* મલાઈની અંદર સમુદ્રી ફેણ ભેળવી લગાવવાથી ખીલ મટી જાય છે.