શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 27 ડિસેમ્બર 2014 (17:22 IST)

કોફી ફેસ પેક, અજમાવો અને તેના જાદુ સામેવાળાની આંખોમાં જુઓ

કોફી ફેસ પેક, અજમાવો અને તેના જાદુ સામેવાળાની આંખોમાં જુઓ

તમારા કૉફીના દીવાના સાથીને તમારા પ્રત્યે આક્રષિત કરવા માટે કૉફી ફેસ પેકનો પ્રયોગ કરો. જેની જાદુઈ અસર સામાવાળાની આંખોમાં જોઈ શકાય છે. આ ફેસપેક બનાવવામાં સરળ છે. કૉફી બધાના ઘરે સરળતાથી મળી જાય છે. 
 
હની-કોફી પેક 
 
કોફી અને મધ દરેક વ્યક્તિને પસંદ હોય છે. અને બન્ને જ્યારે મળે તો સરસ પેસ્ટ બનશે. સુંદર અને કોમળ ત્વચા માટે બન્નેને 1-1 ચમચી   મિક્સ કરી ચેહરા પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો. 
 
કોકો-કોફી પેક 
 
આ કોમ્બો વિશે વિચારી તમારા મોંઢામાં પાણી આવી રહ્યુ  છે તો વિચારો તે બંને તમારા ચહેરા માટે શું કરી શકે છે . કોકો અને કોફી,બન્ને  એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને  થોડુ મધ એટલે એક બીજુ એન્ટિઓક્સિડન્ટ્સ  ઉપયોગ કરીને તૈયાર કરેલો પેસ્ટ .આ પેસ્ટ ત્વચાને પોષણ આપવાની સાથે ધૂળ અને ગંદકી પણ  સાફ કરે છે. 
 
શુષ્ક ત્વચા માટે પેક 
 
કૉફી પાઉડર સાથે થોડું ઓલિવ તેલ મિક્સ કરી એક  મિશ્રણ તૈયાર કરો. આ તમારી  શુષ્ક ત્વચા માટે અસરકારક ઉપાય છે.ફક્ત આ પેસ્ટ તમારા  ચહેરા પર લગાવો અને પેક સૂકવા ન દો. ભીનો રહેતા જ ધોઈ લો.