શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ગુલાબજળ - ત્વચા માટે ગુણકારી ગુલાબજળ કેવી રીતે બનાવશો ?

શુ જોઈએ ? : 1 કપ(લગભગ 15 ફૂલ) ગુલાબની પાંદડીઓ, 2 કપ પાણી, 1 ટ્રે બરફ.
P.R

શુ કરશો ? : એક મોટું વાસણ લો જેમાં અંદર બીજું એક વાસણ મૂકી શકાય અને તેને સારી રીતે ઢાંકી શકાય.

વાસણમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો. ગુલાબની પાંદડી વાસણમાં નાંખી દો અને પાણી પણ નાંખો. જે વાસણ જેમાં ગુલાબનું પાણી એકઠું કરવાનું છે તેને જાળીવાળા સ્ટેન્ડની ઉપર રાખો. હવે મુખ્ય વાસણના ઢાંકણને ઢાંકી દો જેથી બાષ્પ બહાર ન નીકળી શકે અને તેને અથડાઇને ખાલી મૂકેલા વાસણમાં એકઠી થાય.

ગુલાબની પાંદડી ભરેલા આ વાસણને ગેસ પર ગરમ થવા દો. પાણી ગરમ થતાં જ વાસણના ઢાંકણ પર બરફના ટૂકડાં મૂકી દો. પાણીમાં ઉભરો આવ્યા બાદ બાષ્પ ઢાંકણ તરફ જાય છે અને ઠંડી થઇ પાણી બની અંદર રાખેલા વાસણમાં પડે છે. આ રીતે ગુલાબજળ અંદર મૂકેલા વાસણમાં એકઠું થશે. 20-25 મિનિટમાં 1 કપ ગુલાબજળ વાસણમાં એકઠું થઇ જશે અને ગુલાબની પાંદડાઓમાં નાંખેલું પાણી પણ ખલાસ થઇ જશે. હવે ગેસની આંચ બંધ કરી દો.

વાસણને એકદમ ઠંડુ થવા દો. વાસણનું ઢાંકણ ખોલો, અંદર મૂકેલા વાસણમાં જે ગુલાબવાળું પાણી એકઠું થયું છે તે તમારા હાથે બનેલું ગુલાબજળ છે. ગુલાબજળને તોઇ સાફ બોટલમાં ભરી લો.

અન્ય રીત - પહેલા કૂકરમાં એસ્પ્રેસો કૉફી બનાવવા માટેના અટેચમેન્ટ મળતા હતા. તમારી પાસે આ અટેચમેન્ટ હોય તો કૂકરમાં ગુલાબના ફૂલ અને પાણી નાંખી એસ્પ્રેસો કૉફીના અટેચમેન્ટ પર ભીનું કપડું લપેટીને પણ ગુલાબજળ બનાવી શકાય છે.