ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 5 મે 2016 (07:00 IST)

ઘરે જ બનાવી શકો છો આ 8 ફેસ પેક, ખિલી જશે ચેહરો

આમતો બજારમાં ચેહરા ચમકાવવા માટે ઘણા ફેસ પેક મળે છે પણ એ ઘણા મોંઘા હોય છે. આથી સારું છે કે તમે ઘરે ફેસ પેક બનાવીને ઉપયોગ કરો. આ ફેસ પેક વધારે મોંઘા પણ નહી પડશે અને તમારા ચેહરા પણ ચમકવા લાગશે. સાથે જ આ ફેસ પેક નેચરલ વસ્તુઓથી બના હોવાના કારણે એના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી થશે . જાણો ઘરે બનાવવા આ ફેસ પેક વિશે. 
1. હળદર દહી ફેસ પેક - 
આ ફેસ પેકને બનાવવા માટે મધ અને હળદરમાં થોડા ગુલાબ જળ મિક્સ કરો. હવે એને સારી રીતે ફેંટી લો . આ મિશ્રણને ચેહરા પર લગાડો અને એને આશરે 15 મિનિટ સુધી ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક સ્કિનને કાળાપન દૂર કરે છે અને સારી રીતે સફાઈ પણ કરે છે. 
 
2. હળદર ચંદન ફેસ પેક 
થોડી હળદર ,  ચંદન અને થોડા ટીંપા દૂધની મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એમના ચેહરા પર લગાડો અને 2 થી 3 મિનિટ સુધી મસાજ કરો. પછી આ 10 મિનિટ સુધી ચેહરા પર લગાડી રહેવા દો. પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો ચેહરા ચમકવા લાગશે. 

3. બટાટા અને દહી ફેસ પેક 
એક બટાટાને વાટીને  એમાં દહીં મિક્સ કરી લો. ગરદન અને જુદા-જુદા ભાગો પર લગાડો. 15 મિનિટ પછી ચેહરા ધોઈ લો. ત્વચાની રંગત બદલી જશે. ત્વચ તેજ ધૂપથી કાલી પડી ગઈ હોય તો પણ આ પેકને લગાડવાથી લાભ મળશે. 
 
4.  હળદર મધ ફેસ પેક 
આ ફેસ પેક બનાવા માટે મધ અને હળદરમાં થોડા ગુલાબ જળ મિક્સ કરી લો. પછી આ પેસ્ટને એમની ગરદન અને ચેહરા પર લગાડો . આ પેસ્ટ કરચલીઓ હટાવે છે. 

5. મધ ફેસ પેક 
એક ચમચી મધમાં બે ચમચી પાણી મિક્સ કરી ચેહરા પર લગાડી લો.   થોડી વાર પછી ચેહરા સાફ પાણીથી ધોઈ લો. ચેહરા નિખરી જશે. 
 
6. ગાજર ફેસ પેક 
ગાજર ફેસ પેક તૈલીય અને સામાન્ય ત્વચા માટે સારા ગણાય છે. બે ગાજરને વાટીને એના પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટમાં અડધી ચમચી મધ મિક્સ કરો. સારી રીતે મિક્સ કરી ચેહરા પર 15 મિનિટ સુધી લગાડો. પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 

7. ફળોના ફેસ પેક 
આ માસ્ક ચેહરાને નિખારવામાં મદદ કરે છે. એને બનાવવા માટે 1 કેળા , 1 સ્લાઈસ પપૈયા , અડધી કપ સ્ટ્રાબેરી લો અને વાટીને પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટમાં એક ચમચી મિકસ કરી લો. ચેહરા પર 20 મિનિટ સુધી લગાડી રાખો. પછી ચેહરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. 
 
8. એવાકૉડો  ફેસ પેક 
એવાકોડો એક રીતના ફળ હોય છે. આ ઉપરથી લીલા અને અંદરથી પીળા રંગના હોય છે. 1/4 એવાકૉડોન ગુદા લો એમાં 1 ઈંડાના સફેદ ભાગ અને 1 ચમચી મધ મિક્સ કરી એને ચેહરા પર લગાડો. થોડી વાર પછી ચેહરા ઠંડા પાણીથી ધોઈ લો.  આ પેક સૂકી તવ્ચા માટે સારા છે.