શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ચહેરા માટેનુ ખાસ ફેસ પેક

N.D
મધ અને લીંબુ

ચહેરા પર રૂંવાટી દેખાતી હોય તો બ્લીચ કરવા એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી મધ અને થોડા દૂધના ટીપા મિક્સ કરો. આ લોશનને 15-20 મિનિટ ચહેરા પર રહેવા દો, પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ ફેસ પેક બ્લીચ કરવાની સાથે સાથે ત્વચાની ચિકાશ ઓછી કરશે.

N.D
જૈતૂનનુ તેલ અને મધ

મધ સાથે લીંબૂનો રસ બરાબર પ્રમાણમાં મિક્સ કરી પેક કરીને મૂકી રાખો. આ લેપ ચેહરાની દરેક સમસ્યાથી મુક્ત કરી દેશે. નિયમિત રૂપે આને ચહેરા પર એક કલાક સુધી લગાવી રાખો. ચહેરો ધોયા પછી હલ્કા હાથે જૈતૂનનુ તેલની માલિશ કરો. ટુવાલને કુણા પાણીમાં નિચોડીને ચહેરા પર થપથપાવી લો. ફીક્કો અને સુષ્ત ચહેરો ચમકી ઉઠશે.

ટામેટા અને લીંબૂ

વયની છાપ ચહેરા પર પડવા માંડી છે અને ત્વચાના છિદ્રો ફેલવા લાગ્યા છે તો ટામેટાના રસમાં બરાબર પ્રમાણમાં લીંબૂનો રસ મિક્સ કરો અને નહાવાના અડધા કલાક પહેલા લગાવી લો. આ ત્વચાના છિદ્રોને સંકુચિત કરશે.