બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 એપ્રિલ 2015 (15:11 IST)

જીવનમાં અપનાવવા જેવા સોનેરી સૂત્રો અને સલાહ

* ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ.

* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

* કોઈએ લંબાવેલો (દોસ્તીનો) હાથ કયારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેનો દેખાવ કરો.

* આનંદમાં આવો ત્યારે બીજાને પણ સહભાગી બનાવો.

* કોઈને પણ ખાનગી-અંગત વાત કહેવી નહીં કહેતાં પહેલાં બે વખત વિચારો.

* કોઈને મહેણું કે ન ગમતો વ્યવહાર કદી ન કરો.

* બે થી ત્રણ ભાષા શીખી લેવા પ્રયત્ન કરશો.

* રાત્રે જમતી વખતે ટી.વી. કે વાતો કરવાનું બંધ રાખો.

* નકારાત્મક પ્રકૃતિના માણસોને મળવાનું ટાળો.

* રાજકારણીની શંકાની નજરે જુઓ.

* દરેક વ્યક્તિને બીજી તક અવશ્ય આપો ત્રીજી કદી નહીં.

* સંતાનો નાના હોય ત્યારથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્ત્વ સમજાવો.

* જે ગાંઠ છોડી શકાય એવી હો તેને કયારેય કાપશો નહીં.

* જેને તમે ચાહતા હોય કે ગમતી વસ્તુ હોય તેની સતત કાળજી લેતા રહો.

* તમને અનુકૂળ હોય તેવા પિકનિક પર વારંવાર કુટુંબના સભ્યો સાથે જવાનું ગોઠવો.

* કોઈપણ કોર્ટ કે પોલીસ કેસથી હજારો જોજન દૂર રહો.

* ગોસિપ, નિંદા, જુગાર, ગપસપ અને કોઈપણ ના પગાર કે આવકની ચર્ચાથી હંમેશા દૂર રહો.