ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2015 (17:51 IST)

જ્યારે ઓફિસ તમારી મરજીની ન હોય....

આજે અમે એ  લોકોની વાત કરીશું , જે પોતાના વ્યક્તિગત કાર્યસ્થળ પસંદ કરવા  કે વિભિન્ન વિભાગો માટે સંબંધિત કાર્ય ક્ષેત્રોના નિર્ણય પ્રક્રિયાના ભાગીદાર નથી. એવા લોકોને આશ્ચર્ય થાય છે કે શું વાસ્તુશાસ્ત્ર તેમના જેવા લોકો માટે પ્રાસંગિક છે. આ લેખને લખવાના ઉદ્દેશ્ય તેમને આશ્વાસન આપવું છે કે વ્યક્તિગત કાર્યસ્થળ કે કેબિન અને નાના કક્ષમાં વાસ્તુ મુજબ ફેરફાર કરવાથી તેના સારા કાર્ય સંતુષ્ટિ અને સફળતા મળી શકે છે. 
 
1. ડેસ્કની સ્થિતિ- ડેસ્કની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ હોવી જોઈએ. હમેશા એ  રીતે બેસો કે તમારે પીઠના પાછળ કોઈ ઠોસ દીવાર હોય અને બારી ના હોય્ જો બેસવાની કોઈ બીજી વ્યવસ્થા ન હોઈ શકે તો બારીમાં પડદા કે બ્લાઈંડનો પ્રયોગ કરો.
 
2. મેજ કક્ષ કે કેબિનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં હોવુ  જોઈએ. ડેસ્ક એ  રીતે લગાવવી જોઈએ કે બારણું પીઠ પાછળ ના રહે. 
 
3. મુખ હમેશા પૂર્વ કે ઉત્તર દિશાની તરફ રાખો. 
 
4. બીમના નીચે ન બેસવું. 
 
5. કક્ષ / કેબિનના દક્ષિણ પશ્ચિમ ખૂણા ખાલી ન રાખો.  આ ખૂણા ભારે ફાઈલ કેબિનેટ કે છોડ ન રાખો. 
 
6. સ્થિરતા માટે તમારી પીઠ પાછળ પર્વત કે કોઈ ઉંચી ઈમારતની તસ્વીર લટકાવો. 
 
7. કમ્પ્યૂટરના મોનીટર દક્ષિણ પૂર્વ દિશાના પૂર્વમાં હોવા જોઈએ. 
 
8. પુરસ્કાર કે ટ્રાફી દક્ષિણ પૂર્વના ક્ષેત્રમાં રાખી શકાય છે. 
 
9. દીવાર પર પ્રેરક ખુશનુમા તસ્વીર લગાવો. 
 
10.   ડેસ્ક  સામે મનપસંદ વસ્તુઓ કે પ્રિયજનોના ફોટા રાખો કે લગાડો. એનાથે કાર્યસ્થળની નીરસતાના વચ્ચે તનાવથી મુક્તિ સ્ફૂર્તિ અને પ્રસન્નતાનો સંચાર થાય છે. 
 
11.  ધ્યાન રાખો કે જે ખુરશી પર તમે બેસા હોય તે આરામદાયક હોય અને તેની ઉંચાઈ યોગ્ય હોય. આરામદાયક ખુરશી હોવાથી આપમેળે જ કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. 
 
12. ઓફિસમાં ફાલતૂ સામાન ના રાખો અને ડેસ્ક પર ફાઈલોનો ઢગલો ન રાખશો.  જલ્દી કામને પુરૂ કરતા રહો . ટેબલ સાફ-સુથરૂ  અને ખાલી રહેવા દો. આવુ કરવાથી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. 
 
13. તમારા ડેસ્કના અને તમારા કેબિનના આકાર ફર્મમાં તમારી શક્તિ અને પદનું  સૂચક છે. જો તમારા ડેસ્કના આકાર તમારા કાર્ય વિશેષના  મુજબ ન હોય તો તમારુ માન સન્માન જળવાતુ નથી. 
 
14.પ્રવેશ દ્વારથી દૂર કાર્યસ્થળ  થતાં તમારી  ડેસ્ક એ  રીતે લગાવો જેથી બારણાની તરફ તમારી પીઠ ના હોય્ જો આવું કરવું શકય ન હોય તો અને દીવાર તરફ મુખ કરીને બેસવું પડે તો દીવાર પર એક અરીસો લગાવી લો યા તો ડેસ્ક કે કંપ્યુટર પર ઉત્તલ દર્પણ લગાવો  જેથી પ્રવેશ દ્વાર જોઈ શકાય. 
 
15. જો કાર્યસ્થળ કે ડેસ્ક તમારી જરૂરિયાતથી  વધારે મોટું છે તો તમે તમારા કેરિયરમાં તેજીથી પ્રગતિ કરશો.