શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (13:58 IST)

ડ્રાઈ સ્કિનને 2 દિવસમાં બનાવો નરમ અને ગ્લોઈંગ

શિયાળામાં ત્વચાને ખાસ દેખરેખની જરૂર હોય છે. કારણકે તે દિવસોમાં ત્વચા રૂખી અને બેજાન થઈ જાય છે. જેના કારણે સ્કિન ધીરે-ધીરે ફટવા લાગે છે. જો તમે આ દિવસોમાં કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવો છો તો એવામાં તમે તમારી ત્વચાની નમી જાણવી રાખી શકો છો અને સાથે-સાથે ગ્લોઈંગ ત્વચા પણ મેળવી શકો છો. 
1. દેશી ઘી
રાત્રે સૂતા પહેલા 10 મિનિટ સુધી ચેહરા પર દેશી ઘીથી મસાજ કરો. મસાજ કરતાના 15 મિનિટ પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
2. મલાઈ
એક ચમચી મલાઈમાં આઠ ટીંપા ગુલાબ જળ મિક્સ કરી લો અને તેને સૂતા પહેલા ચેહરા પર મસાજ કરો. સવારે ઉઠીને ચેહરાને ધોઈ લો. 
 

3. જેતૂનનો તેલ 
જેતૂનનો તેલને નહાવાના પાણીમાં મિક્સ કરી લો અને તે પાણીથી નહાવી લો. આવું કરવાથી તમારી ત્વચા માસ્ચરાઈજર રહેશે અને ફાટશે પણ નહી . 
4. દહીં અને લીંબૂ 
દહીં અને લીંબૂ અને જેતૂનનો તેલને સમાન માત્રામાં મિક્સ કરી તેનો ફેસ પેક બનાવી લો. આ પેકને ચેહરા પર 15 મિનિટ માટે લગાડો અને ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
5. પપૈયાનો પલ્પ 
પપૈયાનો પલ્પ કાઢી તેને સારી રીતે મેશ કરો તેનું ફેસ પેક બનાવી લો. અને તેને ચેહરા પર લગાડો. 15 મિનિટ પછી ચેહરાને ધોઈ લો.