બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 2 મે 2014 (10:11 IST)

બ્યુટી ટિપ્સ - થોડી જ મિનિટોમાં ચહેરા પર ગ્લો લાવશે આ ફેશિયલ

અન્ય ફેશિયલોની જેમ વાઇન ફેશિયલની શરૂઆત પણ કલીંજીંગ અને ટોનીંગથી કરાય છે. એના પછી સ્ક્રબિંગથી  ચહેરાને સાફ કરવામાં આવે છે.  દસ મિનિટ માટે સર્ક્યુલર મુવમેંટમાં બદામ અથવા અખરોટવાળા સ્ક્ર્બથી મસાજ કર્યા પછી હાટ અને કોલ્ડ કંપ્રેસન દ્વારા બ્લેક હેડસ અને સફેદ હેડસ કાઢી નાખવામાં આવે છે.  હવે ચેહરા પર એલોવેરા જેલ અને ક્રીમથી 20 મિનિટ સુધી મસાજ કરો.  મસાજ કર્યા પછી સ્કીમ સીરમ લગાવવુ . અંતે વાઈનયુક્ત ફેસ માસ્ક કરવામાં આવે છે .
 
પેક માટે મિન્ટ, દૂધ, કેસર કે નીમ પેકમાં એક-બે ચમચી રેડવાઇન મિકસ કરી  તૈયાર મિશ્રણને ચેહરા પર લગાવો. પેક સુકાતા રેડવાઈનમાં સ્પંન્જને ભીજવી પેકને કાઢો.  છેલ્લે ઇંડાની સફેદી ચહેરા પર લગાડવામાં આવે છે જેથી સ્કિન ટાઈટ  થાય. આને પણ ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો પછી વાઇન અને રોજ વાટર સ્પ્રેથી કાઢો. અંતે ચેહરા પર સન બ્લૉક ક્રીમ અથવા સન ક્રીમ લગાવવી . સન બ્લૉક અથવા ક્રીમ લગાડવાનું મુખ્ય કારણ છે રેડ ફેશિયલ પછી ચહેરો સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ થઈ જાય છે . આવામાં સૂર્ય બર્નિંગ અને ટૈનિંગ થવાની શક્યતા હોય છે. 
 
વાઈન ફેશિયલમાં ફ્રેંચ, સ્પેનિશ અને કેલિફોર્નિયા વાઇન વપરાય છે.  ખરેખર તે ત્વચા માટે હેલ્ધી છે અને ફેસ પર ટોનિકનું કામ કરે છે. 
 
અમુક સલામતી જરૂરી
 
રેડવાઈન ફેશિયલ ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે, પરંતુ તે કરાવતા પહેલાં કેટલીક સાવચેતી હોવી જોઈએ.  જેની ત્વચા શુષ્ક છે,તેને આ ફેશિયલ ન કરાવવું જોઈએ. પરંતુ ઓઈલી અને પિંપલવાળી ત્વચા માટે આ બેસ્ટ છે. સૂકી ત્વચા પર આ કરાવવાથી સ્કિન વધારે  શ્યામ બની જાય છે. 
 
રેડવાઈન ને કયારેક ચેહરા પર સીધા નહી લગાવવું  કારણ કે તેમાં અલ્કોલ હોય છે તેથી તેને ગુલાબ જળ સાથે મિક્સ કરી પ્રયોગમાં લવવું જોઈએ. . જો એસિડથી એલર્જી છે તો વાઈન ફેશિયલ ન કરવુ. 

રેડવાઈન
 
આ ફેશિયલનો પ્રભાવ ચહેરા અને સ્વાસ્થ્ય બંને પર દેખાય છે. આ ડેડ સેલ્સને દૂર કરી રક્ત પરિભ્રમણને વધારે છે. ડીસ્ટ્રેસ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે.  બ્યૂટીના નજરે વાઇન ફેશિયલથી ત્વચા પર ગ્લો આવે છે. સ્કિન રૈજુવનેટ અને ડિહાઈડ્રેટ થાય છે. આ ટૈસક્ષ્નગ અને પિગ્મેંટેશન દૂર કરી એજીંગ પ્રોસેસ રોકે છે.