ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

બ્યુટી ટિપ્સ : શિયાળામાં હોઠને મુલાયમ રાખવાની ટિપ્સ

P.R
1. એવી લિપ ક્રીમ કે બામનો પ્રયોગ કરો જેમાં બીટેક્સ કે પેટ્રોલિયમ જેલી ભેળવેલી હોય. ઘરમાંથી બહાર જતી વખતે હંમેશા હોઠ પર લિપ બામ લગાવીને જ નીકળો.

2. હંમેશા નાક વડે શ્વાસ લો, મોઢા વડે નહી.

3. જ્યારે પણ તમારા હોઠ સૂકાય જાય છે ત્યારે તમે તેને ભીના કરવા ચાટો છો. જો તમારી આ ટેવ બની ગઈ હોય તો કોઈ ફ્લેવરવાળુ લિપ બામ લગાવો.

4. પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહો જેથી ત્વચા હંમેશા હાઈડ્રેટ રહે અને હોઠો પર નમી કાયમ રહે.

5. હોઠના કિનારા પર ક્રૈક પડી જાય છે જ વિટામીન બી2ની ઉણપને કારણે હોય છે. હેલ્ધી લિપ્સ મેળવવા માટે તમારે શાકભાજી અને ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ.

6. એક સારા લિપ બામમાં જોજોબા ઓઈલ, શિયા બટર અને વિટામિન ઈ જોવા મળે છે, જે હોઠને નરમ બનાવે છે. સાથે જ તેમા સૂરજના તાપથી બચવા માટે એસપીએફ6 પણ હોય છે.

7. અલ્ટ્રા વોઈલેટ કિરણોથી હોઠને બચાવવા માટે ઘણા લોકો સનસ્ક્રીનો પ્રયોગ કરે છે જે એકદમ સારુ છે.

8. જો તમને મુલાયમ ગુલાબી હોઠ જોઈતા હોય તો સ્મોકિંગ અને દારૂ બિલકુલ છોડી દો. સ્મોકિંગથી હોઠ પર કરચલીઓ પડે છે અને દારૂથી હોઠ શુષ્ક બની જાય છે.

9. તમારા હોઠને મીની બ્રશથી રગડો જેથી તેના પર જામેલી મૃત ચામડી નીકળી જશે, પછી તેના પર લીપ ગ્લોસ લગાવી લો. તેનાથી હોઠ મુલાયમ બની રહેશે.

10 જો તમારા હોઠ ખરાબ રીતે ફાટી ગયા હોય તો તેના પર મધનો લેપ લગાવો. આને લગાવવાથી તમારા ફાંટેલા હોઠ દુ:ખે નહી કારણકે આમા એંટીસેપ્ટિક હોય છે, જે હોઠને ઠીક કરી દે છે.

11. હોઠ જો ફાટવાને કારણે દુ:ખતા હોય તો તેના પર થોડા દિવસ લિપસ્ટિક લગાડવી એકદમ બંધ કરી દો, નહી તો વધુ દુ:ખાવો થશે.

12 શિયાળા માટે બામ લો ત્યારે જુઓ કે તેમા શરાબ, મેંથોલ કે રેટિનોલ જેવા તત્વ ન મળેલા હોય, કારણ કે આવુ બામ માત્ર ગરમીમાં સૂટ કરે છે.