શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 15 જુલાઈ 2014 (17:22 IST)

બ્યુટી ટીપ્સ - ગ્લોઈંગ ફેશ માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

બ્યુટી ટીપ્સ - ગ્લોઈંગ ફેશ માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

સુંદર દેખાવવાની દરેક કોઈની  ઇચ્છા  હોય છે . આજકાલ દરેક કોઈ પોતાના ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે થોડા ઘરેલૂ ઉપાયને અજમાવી પણ તમે તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવી શકો છો. આવો જાણો આવા કેટલાક હોમમેઇડ ટીપ્સ વિશે  - 
 
દૂધ - જો તમારી ત્વચા ખૂબ જ તૈલી છે તો દૂધમાં એક આઇસ ક્યુબ નાખી ચેહરા પર લગાવો . આનાથી સ્કીનનું  એક્સ્ટ્રા આઈલ દૂર થશે અને ચહેરો સ્વચ્છ લાગશે.  આ સિવાય ,ઠંડા દૂધમાં હળદર મિક્સ કરી ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ લો. ત્વચામાં ગ્લો આવી જશે.   
 
કાકડી - કાકડી ત્વચા માટે ખૂબ જ સારી છે. કાકડીને કાપી  રેફ્રિજરેટરમાં મૂકી દો અને તેને  ઠંડી થયા પછી  તમારી આંખો પર મૂકો. આનાથી તમારી આંખોને ઠંડક મળશે  અને થાક દૂર થશે. આ આંખમાં ચમક લાવે છે. આંખો નીચે ડાર્ક સર્કલને દૂર કરવા કાકડીનો વપરાશ કરો. કાકડીના રસમાં રૂ પલાળી તેને ડાર્ક સર્કલ્સની જ્ગ્યાએ લગાવો અને  10-15 મિનિટ  પછી હટાવી દો.આવું કરવાથી  થોડા દિવસોમાં ડાર્ક સર્કલ્સ મટી જશે . 
 
ગૂંદા - ભારતીય ગૂંદા  પણ તમારા ચેહરાને ચમકતો  બનાવવા માટે ઉપયોગી છે. એને બાફીને સૂકા જ  પાણી સાથે  ચહેરા પર લગાવો  સૂકયા પછી ઠંડા પાણીથી   ચહેરો ધોઈ લો.  
 
મધ - જો તમારા પાસે  સમય  ઓછો  હોય અને તમે ચેહરાને ચમકદાર કરવા માંગતા હોય તો મધનો ઉપયોગ કરો. મધને ચહેરા પર લગાવી થોડી વાર રહેવા દો પછી ચેહરા ધોઈ લો. તમારા ચહેરા ખૂબ જ નરમ અને શાઇની બની જશે.