બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2015 (16:17 IST)

મુલાયમ, કાળા ઘટાદાર વાળ માટે

સિલ્વર સ્ક્રીન ઉપર 'ઓ હસીના ઝુલ્ફો વાલી...' ગીતમાં અભિનેત્રી આશા પારેખ હવામાં લહેરાતા માથાના વાળ જોઈને કે પછી કોઈ શેમ્પુની જાહેરાતમાં ઐશ્ર્વર્યા રાય બચ્ચનના સીલ્કી હેર જોઈને અનેક યુવતીઓ અને મહિલાઓને મનમાં ઈર્ષા જરૂર થતી હોય છે. અને આવી ઈર્ષા થવી પણ સ્વભાવિક છે કારણ કે, કોઈપણ વ્યકિતની સુંદરતા તેના માથાના વાળ ઉપર ઘણી બધી આધારિત હોય છે.
 
કેશ એ સુંદરતામાં વધારો કરે છે સાથે સાથે આજનાં સમયમાં બદલતી લાઇફ સ્ટાઇલમાં વાળની સમસ્યા પણ સામાન્ય બની રહી છે. નાની વયે વાળ ખરવા, અકાળે વાળ સફેદ થવા જેવી સમસ્યા ઉભી થાય છે. 
 
કુદરતે મનુષ્યને અનેક ભેટો આપેલી છે અને તેમાંથી એક અમૂલ્ય ભેટ એટલે મનુષ્યનું શરીર અને શરીરમાં પણ અસંખ્ય અદભૂત ભેટ અને તેમાંની એક અમૂલ્ય ભેટ એટલે માથાના વાળ. કેશ મનુષ્યના શરીરની શોભા છે અને તેમાં પણ ખાસ કરીને ક્રીઓ માટે તો માથાના વાળ સુવર્ણના આભુષણો કરતાં વધુ અગત્યના ધરાવે છે.
શરીરની શોભા સમાન વાળની પુરતી માવજત કરવામાં આવે, પુરતી કાળજી લેવામાં આવે, પુરતી સાર–સંભાળ લેવામાં આવે તો જીવનપર્યત વાળને મુલાયમ, સુંવાળા, કાળા, ઘટાદાર રાખી શકાય છે.
પરંતુ જેમ વાળની કાળજી રાખવાથી વાળને સુંદર બનાવી શકાય છે તેમ બેદરકારી રાખવાથી વાળમાં સામાન્ય સમસ્યાઓ પણ ઉદભવી શકે છે.
જેમ કે વાળ સુકા પડી જવા, ઉંદરી થવી, વધુ પડતા વાળ ખરવા, માથામાં ટાલ પડવી, ખોળો થવો, માથામાં ખંજવાળ આવવી, વાળમાં વિકાસ કે તૈલીપણું આવવું, વાળનું બટકણાપણુ,ં ખોપરી ઉપરની ચામડી કે ફોતરીનું પડવું, અકાળે કે ઉમરથી પહેલાંજ વાળ સફેદ થઇ જવા, આવી અનેક સામાન્ય સમસ્યાઓ ઉદભવે છે. આ બધી જ સમસ્યાઓને ગંભીર બિમારીના સ્તર ઉપર ગણી શકાતી નથી પરંતુ યોગ્ય કર્મટોલોજીસ્ટની સલાહ મુજબ વ્યવસ્થિત કાળજી લેવામાં આવે, યોગ્ય સારસંભાળ લેવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓનું નિવારણ ખુબજ સરળતાપૂર્વક કરી શકાય છે.
ખોડો: ખોડો એક આવી જ સમસ્યા છે કે જેનાથી ભાગ્યેજ કોઇપણ વ્યકિત અજાણ હશે, ખોડો અથવા ડેન્ડ્રફની સમસ્યા ક્રી, પુરુષ, જાતી કે ઉંમરના ભેદભાવ વગર કોઇપણ વ્યકિતને થઇ શકે છે. 
સ્કાલપની માથાની ચામડીનાં મૃત કોષો, ચામડીનાં પ્રસ્વેદ ગ્રંથીતો શ્રાવ અને તેનાંથી થતાં ભીંગડા અથવા ફોતરીને ખોડો કહેવાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો માથા કે ખોપરી ઉપર મૃત:પ્રાય થયેલી ચામડીનું ખરવું તેને ખોડો કહેવામાં આવે છે. ડેન્ડ્રફ અથવા સેબોરેહા પણ કહી શકાય, 
 
સામાન્ય રીતે ખોડો ચહેરો, ખોપરી અને કાનની ઉપરના ભાગ ઉપર થવાની સંભાવના વધારે રહેલી છે અને તેમાં આ ભાગ ઉપર લાલાશ અને ખંજવાળ જેવું થઇ જાય છે. ખોડો થવાના ઘણા જ કારણો હોઇ શકે છે જેમ કે સુકી ત્વચા, વાળને કયારેક જ ધોવા અથવા તેમાં ખુબ જ મેલ અથવા ગંદકી એકત્ર થવી, વાળને વારંવાર શેમ્પુ કરવું. ડર્મેટોલોજીસ્ટની સલાહ લઇને યોગ્ય સારવાર તેમજ ઉપરોકત બાબતોની પુરતી કાળજી લેવામાં આવે તો પોતાની સમસ્યાને નિવારી શકાય છે.
સૂર્ય પ્રકાશ અને વાળ: આ ઉપરાંત સતત અને કોઇપણ પ્રકારતા રક્ષણ વગર સતતપણે સૂર્યપ્રકાશમાં રહેવામાં આવે ત્યારે પણ વાળની સમસ્યા ઉદભવી શકે છે. આ દિશામાં થયેલા અનેક સંશોધનો અનુસાર સતત સૂર્યપ્રકાશથી વાળ સુકા, નબળા અને બરડ બને છે અને ડર્મેટોલોજીસ્ટની સલાહ મુજબ યોગ્ય સારસંભાળ લઇને આ નુકસાન નિવારી શકાય છે. 
નાની ઉંમરમાં વ્યકિતના વાળ સફેદ થવા તેમજ ખરવાની સમસ્યા વાળની સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ એક સામાન્ય સમસ્યા છે જે ક્રી કે પુરુષના ભેદભાવ વગર દરેકને થઇ શકે છે. આનુવંશીક પરિબળો, અયોગ્ય આહાર, ધુમ્રપાનની ટેવ, પ્રદૂષણ વગેરે જેવી બાબતોને આના માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે