મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 17 મે 2016 (13:07 IST)

સમર બ્યુટિ કેર - ઉનાળામાં સનસ્ક્રીન જરૂર લગાડો

આ ખૂબ મહ્ત્વપૂર્ણ છે કે તમે ઉનાળામાં સનસ્ક્રીન લગાડો. આ સૌંદર્ય વધારવામાં મદદ કરવા ઉપરાંત  ત્વચાને ધૂપની તેજ અલ્ટ્રાવાયલેટ કિરણથી સુરક્ષા પ્રદાન કરે છે.  ત્વચા રોગ વિશેષજ્ઞ કહે છે કે તડકાથી બચવા માટે દર ચાર કલાકમાં સનસ્ક્રીનના પ્રયોગ કરવો જરૂરી છે. 
 
શોધથી આ જાણ થઈ છે કે યૂવીવી કિરણ ત્વચામાં શ્યામ વર્ણનું  કારણ હોય છે. સાથે જ બ્રાઉન સ્પોટ  અને કરચલીઓ પણ એના કારણે જ થાય છે. આથી ઘરમાં રહો કે બહાર પણ સનસ્ક્રીન જરૂર લગાડો. પણ સનસ્ક્રીનના નામ પર કોઈ પણ ડક્ટ ન ખરીદવું. એનું  લેવલ જરૂર વાંચી લો. એમાં આપેલ એસપીએફ યૂવીવી કિરણોથી ત્વચાને બળતા અને સ્કિનને કેંસર થતા બચાવે છે. 
 
એસપીએફ 15-30 ટકા ભારતીય સ્કિન ટાઈપ માટે હોય છે. એમાં રહેલ સામગ્રી પર પણ ધ્યાન આપવુ જોઈએ.  જે હકીકતમાં તમને યૂવીએ કિરણોથી સુરક્ષા આપવામાં મદદ કરે.