શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

સૌદર્ય સલાહ : ઉનાળામાં મેંગો માસ્ક દ્વારા ત્વચા નિખારો

ઉનાળાની ગરમી તમારા ચહેરાનો રંગ ઉડાડી શકે છે પણ કામકાજના ચક્કરમાં ઘરમાંથી બહાર નીકળવું એ પણ તમારી મજબૂરી હોય છે. આવામાં તમે તમારી ત્વચાને બચાવવા માટે રોજ બજારું ક્રીમ લગાવતા હશો પણ અંતે દિવસ ઢળતાની સાથે તમારી ત્વચા કરમાઇ જ જતી હશે. તમારી ત્વચા ગરમીની ઋતુમાં પણ ખીલેલી અને તાજગીસભર દેખાય તે માટે તમે ઘરે જ કેટલાંક ઉપાયો અજમાવી શકો છો અને આના માટે ઉનાળામાં તમે જેનો મન અને પેટ ભરીને સ્વાદ માણો છો તેવી કેરીનો ઉપયોગ કરી શકો છો...

મેન્ગો સમર ફેસ માસ્ક -

1. કેરીનો પલ્પ - તમારી ત્વચાને રીફ્રેશ કરવા માટે કેરીનો પલ્પ ચહેરા અને ગળા પર ઘસો. આનાથી 6થી 10 મિનિટ સુધી ત્વચાને મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.

2. કેરી અને દહીં - ચહેરા પરથી સન ટેનિંગ દૂર કરવા માટે આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો. કેરીને પીસીને તેમાં 1 ચમચી દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રમને તમારા ચહેરા અને ગળા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.

3. કેરી અને ઈંડું - ત્વચાને ચમકીલી બનાવવા માટે કેરીના પલ્પમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. બંનેને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી મધ નાંખો અને માસ્ક તરીકે લગાવો. તેને 10થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને ઠંડા પાણીથી ધોઇ લો.

4. કેરી અને જવ - ચમકીલી ત્વચા મેળવવા અને સન ટેનિંગ દૂર કરવા માટે આ મિશ્રણ વાપરી શકો છો.એક વાટકમાં 4 ચમચી કેરીનો પલ્પ લો અને તેમાં 3 ચમચી જવનો લોટ, 2 ચમચી બદામનો પાવડર અને 3-4 ચમચી ક્રીમ નાંખી પેસ્ટ તૈયાર કરો. આ માસ્કને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ઠંડા પાણીથી ધોઇ લો.