મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 મે 2014 (17:23 IST)

હેર કેર - ગૂંચવાયેલા વાળની સમસ્યા માટે જરૂરી ટિપ્સ

વાળોની ગૂંચ કાઢવી સ્ત્રીઓ માટે એક મોટી સમસ્યા છે. યોગ્ય કાળજીનો અભાવ અને યોગ્ય પોષણ ન મળતા વાળ કઠોર અને નિર્જીવ થઈ જાય છે.આ પરિબળોને કારણે વાળ ખરે છે . 
 
સ્ત્રીઓ એવું ઈચ્છે છેકે તેમના વાળ એવા હોવા જોઈએ જેને વધારે સમય આપવાની જરૂર ના હોય. બસ,થોડી જ મિનિટોમાં મનપસંદ હેયર સ્ટાઈલ બની જાય. ગૂંચવાળા વાળ સાથે આ શક્ય નથી. આવો જાણીએ થોડીક એવી ટિપ્સ જે તમારા ગૂંચવાળા વાળની ગૂંચ કાઢવામાં મદદ કરશે. 
 
આ રીતે ગૂંચ કાઢવી
 
વાળને ક્યારેય તળિયેથી નીચે તરફ ગૂંચ ન કાઢવા આવુ કરવાથી ગૂંચવાળા વાળ તૂટશે. વાળની ગૂંચ કાઢવા  એક-એક લટની ધીમે-ધીમે હળવા હાથે ગૂંચ કાઢવી વધુ યોગ્ય રહેશે. વાળની ગૂંચ કાઢવા હમેશા જાડા દાંતિયાવાળા કાંસકાનો ઉપયોગ કરવો. 
 
મહત્વપૂર્ણ છે કંડિશનર : શાવર લીધા પછી કંડિશનર જરૂર કરો. તે વાળ માટે નરમ અને મુલાયમ હોય છે. જેથી વાળ સૂકાયા પછી તેમની  ગૂંચ કાઢવી સરળ બને છે. વાળમાં જેલ લગાવવાથી વાળ શુષ્ક થાય છે. 
 
બ્લો ડ્રાઈ ટાળો : વાળ સૂકવવા માટે બ્લો ડ્રાઈ ટાળો. એમાંથી નીકળતી ગરમી વાળને નુકશાન પહોંચાડે છે. આથી વાળ વધારે શુષ્ક થાય છે અને એ પછી છે. આથી સારુ રહેશે કે વાળને કુદરતી રીતે ડ્રાય થવા દો. 
 
માઈલ્ડ શૈંપૂ ઉપયોગ કરો :વાળમાં હંમેશા માઈલ્ડ શૈંપૂનો ઉપયોગ કરવો જોઈએ. આથી વાળના ડ્રાયનેસની સમસ્યા ટળે છે. માઈલ્ડ શૈંપૂ વાળને નુકશાન કરતા નથી. અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં શેમ્પૂ યોગ્ય છે. 
 
સામાન્ય પાણીથી વાળ ધુઓ : વાળને હંમેશા સામાન્ય પાણીથી ધોવા જોઈએ. વધુ ગરમ કે ઠંડુ પાણી વાળને રફ  અને નિર્જીવ બનાવે છે. આ વાળના ગૂંચવાવાનું મુખ્ય કારણ છે.
 
તેલ માલિશ :વાળમાં સમયસર તેલ નાખતા રહેવુ જોઈએ. આનાથી વાળને પોષણ મળે છે. તે ઓછા ગૂંચવાળા રહે  છે. જો સમયનો અભાવ હોય તો સૂતી વાખતે વાળમાં તેલ નાખો અને સવારે શૈંપૂ કરી લો. 
 
વાળ ખોલવા નહી : ગૂંચવાળા વાળથી રાહત મેળવા તેને ખુલ્લા ન રાખો. હેર બેન્ડ, ક્લચરથી બાંધી રાખો. આથી વાળ ન ગૂંચવાળા થશે ના તૂટશે. 
 
વાળ કવર કરવા : ઘરની બહાર નીકળતાં પહેલાં વાળને કવર કરવા ભૂલશો નહી. ધૂળ અને પ્રદૂષણના કારણે વાળ તૂટે છે. તેથી વાળ ગૂંચવાળા થશે નહી કે તૂટશે નહી.