શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 29 જુલાઈ 2016 (10:48 IST)

10 લાખ બેંક કર્મચારી આજે હડતાલ પર

શુક્રવારે બેંક કર્મચારી પોતાની માંગોને લઈને એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ કરશે. સરકાર અને બેંક પ્રતિનિધિયો વચ્ચે વાર્તા વિફળ થયા પછી ગત બુધવારે યૂએફબીયૂ(યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન) દ્વારા તેનુ એલાન કરવામાં આવ્યુ હતુ.  
 
યૂએફબીયૂએ જણાવ્યુ કે આ હડતાળમાં બેંક કર્મચારીઓના 9 સંગઠન એઆઈબીઈએ, એઆઈબીઓસી, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈએનબી ઓસી, એનઓબીડબલ્યૂ અને એનઓબી ભાગ લેશે. તેમા સાર્વજનિક, ખાનગી અને વિદેશી બેંકોની 80,000 શાખાઓના લગભગ 10 લાખ કર્મચારી સામેલ થશે.