શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જૂન 2015 (13:08 IST)

100 કરોડનો વિપેક્ષરહિત વીજ પુરવઠો

ચોમાસાના પ્રારંભે જ સરકારને ખુલ્લા વીજ વાયરો, રસ્તામાં નડતાં થાંભલાઓ, જર્જરિત વાયરો બદલવાનું યાદ આવ્યું છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલા આવા ખસેડવાના થતાં ટ્રાન્સફોર્મર, વીજ વાયરો, વીજ થાંભલા બદલવા માટે તેમના વિસ્તારમાં આવતી વીજ કંપ્નીઓને દરખાસ્ત મોકલવાની રહેશે. આ દરખાસ્તો સંદર્ભે વીજ કંપ્નીએ વિનામૂલ્યે આ કામ કરી આપવાનું રહેશે.
 
આ માટે ગુજરાત સરકાર દ્વારા ા.100 કરોડની રકમની કામચલાઉ ફાળવણી કરી દેવામાં આવી છે. આ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપ્નીને ા.25 કરોડ, પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપ્નીને ા.30 કરોડ, મધ્ય ગુજરાત વીજ કંપ્નીને 23 કરોડ અને ઉત્તર ગુજરાત વીજ કંપ્નીને ા.24 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે.
 
આ યોજના બાબત પાછળનો સરકારનો મુખ્ય હેતુ નાગરિકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપરહિત વીજ પૂરવઠો અને નાગરિકોની સલામતિનો છે. આ યોજનામાં મહાનગરપાલિકા, નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતાં રસ્તા, શેરીઓમાં વિસ્તૃતિકરણમાં અડચણપ બનતાં થાંભલા માટે કામગીરી કરી શકાશે.
 
જેમાં 11 કે.વી., 22 કે.વી. વોટના દબાણવાણી લાઈનો, હળવા દબાણવાણી લાઈનો, અડચણપ ટ્રાન્સફોર્મર, થાંભલા ખસેડીને ઓવરહેડ વીજ વિતરણની લાઈનો શક્ય હોય ત્યાં અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. ઓવરહેડ જૂની લાઈનોની જગ્યાએ એબીસી કેબલ નાખવામાં આવશે.
 
આ માટે નગરપાલિકા, મનપાએ દરખાસ્ત તૈયાર કરીને વીજ કંપ્નીના સક્ષમ અધિકારી દ્વારા ચકાસણી કરાવીને આગળ વધવાનું રહેશે. આ માટે દરખાસ્ત મળ્યે 90 દિવસમાં કામગીરી શ કરાશે. આ મળેલી દરખાસ્તો પરની કાર્યવાહી કરવાની આખરી સત્તા સંબંધીત વીજ વિતરણ કંપ્નીની રહેશે. મળેલી દરખાસ્ત પર વીજ કંપ્ની પાસેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોઈપણ પ્રકારના કર, જમીનભાડુ, લીઝ, ટ્રાન્સફર ફિડર નાખવા માટે નાણા વસૂલી શકશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજ્યમાં વધતાં વિકાસ અને વસતીને ધ્યાને લઈને રસ્તા, ફળિયા, શેરી પહોળા કરવાની તાતી જરિયાત છે. ઘણા વર્ષો પહેલા થયેલ નગર આયોજન ભાગપે ઉભા થયેલા થાંભલા અને વીજ વિતરણની લાઈનો, વિકાસના કામોમાં અવરોધક પૂરવાર થઈ રહી છે. જૂના નગર આયોજન અને આ નવા નગર આયોજનમાં આ વીજ વાયરો ટ્રાન્સફોર્મર આંતર માળખાકીય સુવિધામાં અચડણપ છે. વધતી જનસંખ્યા અને વિકાસ સામે નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસે આ થાંભલા અને ટ્રાન્સફોર્મર બદલવા પયર્પ્તિ માત્રામાં ભંડોળ નથી. આ તબક્કે રાજ્ય સરકાર દ્વારા ા.100 કરોડનું માતબર ભંડોળ ચારેય વીજ કંપ્નીઓને હસ્તક મૂકી દેવામાં આવશે.