ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (15:11 IST)

98 ટકા કેસમાં ખાણ ખનીજમાં સમાધાન: માત્ર બે ટકામાં ફરિયાદ

રાજયમાં મળતાં કિંમતી ખનીજની ચોરીના મુદ્દે સરકારી બાબુઓ માત્ર બે ટકા કેસ કરે છે બાકીના 98 ટકા કિસ્સામાં ખનીજ માફિયાઓ દંડની રકમ ભરીને છૂટી જવામાં સફળ થાય છે. રાજયમાં મળતી કિંમતી ખનીજ જેવી કે બોકસાઈટ, લાઈમસ્ટોન, રેતી, લિગ્નાઈટ, બ્લેડક્રેપ, કપચી, આરસપહાણ મળે છે પરંતુ આ કિંમતી ખનીજ ચોરીના કિસ્સામાં રાજય સરકારના અધિકારીઓની મિલીભગતના કારણે મામુલી દંડ વસુલીને જવા દેવામાં આવ્યા હોવાનું સરકારના દફતરે નોંધાયું છે. રાજયમાં વિવિધ ખનીજચોરીના 23 હજાર જેટલા કેસો નોંધાયા છે. આ પૈકી છેલ્લા એક વર્ષમાં તેનું પ્રમાણ વધી જવા પામ્યું છે.
 
તાજેતરમાં રાજયના ખાણ-ખનીજની રોયલ્ટી વસુલી અને વિવિધ નબળી કામગીરીને લઈને મુખ્યમંત્રી કક્ષાએ ઉધડો લેવાયા બાદ તમામ જિલ્લાના ખાણ-ખનીજ અધિકારીઓની તાકીદની બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવી હતી જેમાં અધિકારીઓને ખનીજ ચોરી ડામવા અને ખનીજ પર વસુલવામાં આવતી રોયલ્ટીના મુદ્દે કડક હાથે કામ લેવાના આદેશો છૂટયા છે.
 
ખાણ-ખનીજ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાણ-ખનીજ ચોરી બેફામ બની છે જેના પરિણામે રાજય સરકારે કરોડો પિયાની રોયલ્ટી ગુમાવવાનો વખત આવ્યો છે. હાલ રાજયના ખાણ-ખનીજ વિભાગ પાસે ઉપલબ્ધ આધુનિક સંશાધનો મારફતે ખાણ-ખનીજની ચોરી કયાં કેટલી થાય છે તે સેટેલાઈટ મારફતે જોઈ શકાય છે પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે આવી ખનીજચોરી પકડી શકાતી નથી.
 
સમાધાન કરીને માત્ર દંડ વસુલીને જવા દેવાની કામગીરી ખાણ-ખનીજના અધિકારીઓ શંકાના દાયરામાં આવે છે કે મોટી રકમ લઈને નાનકડો દંડ વસુલવામાં આવ્યો છે. રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં 23192 કેસમાંથી 22640 કેસમાં સમાધાન કરીને ા.174.94 કરોડનો દંડ જમા કરાવ્યો હતો એટલે પકડાયેલા કેસમાંથી 98 ટકામાં સમાધાન કરવામાં આવ્યું છે માત્ર 352 કેસમાં પોલીસ ફરિયાદ થઈ છે.