About GST - 1205 આઈટમ્સ પર GST: અનાજ-કાર સસ્તી થશે, ચા-કોફી પર ટેક્સ 13 ટકા ઘટશે

શ્રીનગર/નવી દિલ્હી, શુક્રવાર, 19 મે 2017 (11:49 IST)

Widgets Magazine

 છેવટે જીએસટી સાથે જોડાયેલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી.  શ્રીનગરમાં ચાલી રહેલ જીએસટી કાઉંસિલની બેઠકમાં ગુરૂવારે આઈટમ્સના નક્કી કરી દેવામાં આવ્યા.  કાઉંસિલે 1205 આઈટમ્સની લિસ્ટ મોડી રાત્રે 11 વાગ્યે રજુ કરી દીધી. સરકારનો દાવો છે કે તેમાં મોટાભાગનો સામાન યા તો સસ્તો થશે કે પછી તેની કિમંત જેવી ને તેવી જ બની રહેશે.  સૌથી વધુ અસર મેકઅપના સામાનો પર પડશે.  હેયર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ સસ્તા થશે... 
 
- આ લિસ્ટ મુજબ 1 જુલાઈથી જીએસટી લાગૂ થયા પછી અનાજ સસ્તા થઈ જશે. કાઉંસિલે તેના પર ટેક્સ ન લગાવવાનો નિર્ણય કર્યો છે.  અત્યાર સુધી કેટલાક રાજ્ય ઘઉ અને ચોખા પર વેટ લગાવશે.  જીએસટી પછી વૈટ ખતમ થઈ જશે. દૂધ દહી પહેલાની જેમ ટેક્સના દાયરની બહાર રહેશે. પણ મીઠાઈ પર 5 ટકા ટેક્સ લાગશે.  રોજ ઉપયોગ થનારી વસ્તુઓ જેવી કે હેયર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ પણ સસ્તા થશે.  તેના પર ફક્ત 18 ટકા ટેક્સ લાગશે. અહી સુધી એક્સાઈઝ અને વેટ મળીને 22 થી 24 ટકા સુધી હતુ. મતલબ આ વસ્તુઓ  4 થી 6 ટકા સુધી સસ્તી થઈ શકે છે. આમ તો ખાંડ ચા કોફી અને ખાદ્ય તેલ પર 5 ટક ટેક્સ રેટ લાગૂ થશે. તેના પર વર્તમન રેટ પણ આની આસપાસ છે. સોફ્ટ ડ્રિંક્સ અને કાર પર 28 ટકા ટેક્સ રેટ લાગૂ થશે.  કાર પર સેસ પણ લાગશે. એસી, ફ્રિજ પણ 28 ટકા ટેક્સના દાયરમાં મુકાયા છે. જીવન રક્ષક દવાઓ 5 ટકાની શ્રેણીમાં મુકવામાં આવી છે. 
 
પેકેજ્ડ અને બ્રાંડેડ ફૂટ પર રેટ નક્કી થવો હજુ બાકી 
 
- ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલીની આગેવાનીમાં ગુરૂવારે થયેલ જીએસટી કાઉંસિલની બેઠકમાં ટેક્સ રેટને અંતિમ રૂપ આપવામાં આવ્યુ. જેટલીએ બતાવ્યુ કે પેકેજ્ડ અને બ્રાંડેડ ફૂડ્ પર રેટ હજુ નક્કી થવા બાકી છે. સર્વિસેજ પર શુક્રવારે વિચાર થશે. બધી આઈટમ્સ અને સર્વિસેજ પર ટેક્સ રેટને લઈને શુક્રવારનનો નિર્ણય નહી થઈ શકે તો એ માટે કાઉંસિલની એક વધુ મીટિંગ થશે.  જે આઈટમ્સ પર વિચાર થયો તેમા કોઈ પર પણ ટેક્સ રેટ વધ્યો નથી. થોડા પર ઘટ્યો છે.  છૂટવાળા આઈટમ્સની લિસ્ટ શુક્રવારે નક્કી થવાની આશા છે. હજુ 299 વસ્તુઓને એક્સાઈઝ અને 99એ રાજ્યના વૈટથી છૂટ મળી છે. 
 
- કાઉંસિલે 7 નિયમ મંજૂર કર્યા. 2 નિયમ લીગલ કમિટીને વિચાર માટે સોપ્યા 
- કાઉંસિલે ગુરૂવારે જીએસટીના 7 નિયમોને અંતિમ રૂપ આપ્યુ. આ નિયમ રજીસ્ટ્રેશન રિફંડ કંપોઝિશન ઈનવોયસ પેમેંટ ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને વેલ્યુએશન સાથે સંબંધિત છે. 
 
વીજળી અને સ્ટીલ સસ્તા થવાની શક્યતા 
- કોલસા પર અત્યારે 11.69 ટકા ટેક્સ લાગે છે. પરંતુ જીએસટી આવ્યા બાદ ટેક્સ માત્ર 5 ટકા જ લાગશે. તેનાથી અનેક રાજ્યોમાં વીજળીનું ટેરિફ ઓછા થવાની આશા છે. તેનાથી કોલસાથી વીજળી બનાવવી સસ્તી થશે.  જો 
 
આ ત્રણ ચીજો પર ટેક્સ નહિ
ઘઉ, ચોખા સહિત અનાજ, દૂધ અને દહીને જીએસટી દાયરાથી બહાર રાખવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં અનાજ પર વેટ લાગે છે. ત્યા 1 જુલાઈથી જીએસટી લાગુ હોવાથી અનાજ સસ્તુ થશે.
વિજળી સસ્તી થશે
 
રોજિંદી આ વસ્તુઓ સસ્તી થશે
સાબુ, ટૂથપેસ્ટ અને હેરઓઈલ જેવી 18 ટકા ટેક્સ સ્લેબની કેટેગરીમાં આવશે. આ ચીજો પર અત્યારે 22થી 24 ટકા ટેક્સ લાગે છે.
મહેસૂલસચિવ હસમુખ અઢિયાએ જીએસટી રેટ સ્લેબ વિષે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે 81 ટકા જેટલી વસ્તુ 18 ટકાથી નીચેના સ્લેબમાં રહેશે. માત્ર 19 ટકા વસ્તુ 18 ટકાથી ઉપરના સ્લેબમાં રહેશે. તેમણે કહ્યું કે 14 ટકા વસ્તુ પાંચ ટકા સ્લેબમાં, 17 ટકા વસ્તુ 12 ટકાના સ્લેબમાં, તો 43 ટકા વસ્તુ 18  ટકાના વેરાકીય દરમાં આવરી લેવાશે, અર્થાત્ સાત ટકા વસ્તુ પર કોઇ વેરો નહીં હોય.
 
વિવિધ વસ્તુઓના રેટ નક્કી કરવા માટે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના વડપણ હેઠળ જીએસટી કાઉન્સિલની બે દિવસની બેઠક શ્રીનગરમાં ગુરુવારે શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસે માત્ર છ વસ્તુને બાદ કરતા તમામ વસ્તુઓના દર નક્કી થઈ ગયા હતા. બેઠકમાં રાજ્યોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે. નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે બેઠકના પ્રથમ દિવસે જ કુલ 1211 વસ્તુઓ પૈકી છ વસ્તુને બાદ કરતા તમામ ચીજોના રેટ નક્કી કરી લેવાયા છે.
 
હવે શુક્રવારે સોનુ, ફૂટવેર(પગરખા), બ્રાન્ડેડ વસ્તુઓ, પેકેજ્ડ અને બ્રાન્ડેડ ફૂડ પ્રોડક્ટ્સ અને બીડી પરના રેટ નક્કી કરવામાં આવશે. બાકીની વસ્તુઓના રેટ નક્કી કરી લેવાયા છે. સર્વિસીઝ અર્થાત વિવિધ સેવાઓ પર કેટલો જીએસટી લાગુ કરવો તેનો નિર્ણય પણ શુક્રવારે લેવાશે. જેટલીએ કહ્યું કે જીએસટી લાગુ થવાથી ફુગાવા પર કોઈ અસર નહીં થાય, કારણ કે મહત્તમ ટેક્સ 31 ટકા સુધીનો હતો, જે ઘટાડીને 28 ટકા કરી દેવાયો છે.  જીએસટીમાં સાત ટકા વસ્તુઓને ટેક્સ મુક્તિ અપાઈ છે. 14 ટકા વસ્તુને સૌથી ઓછા પાંચ ટકાના બ્રેકેટમાં રાખવામાં આવી છે. તેમના પર સૌથી ઓછો ટેક્સ લાગશે. અન્ય 17 ટકા વસ્તુઓને 12 ટકાના જ્યારે 43   ટકા વસ્તુ 18 ટકા જીએસટીના સ્લેબમાં અને માત્ર 19 ટકા વસ્તુ સૌથી વધુ 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે. કુલ મળીને 81  ટકા વસ્તુ પર 18  ટકાથી ઓછો જીએસટી લાગુ પડશે. એરેટેડ (સોફ્ટ) ડ્રિંક્સ અને કાર પર સૌથી વધુ 28 ટકા ટેક્સ લાગુ થશે. સ્મોલ કાર પર એક ટકા સેસ લાગુ પડશે, મિડ સાઈઝ્ડ કાર પર ત્રણ ટકા અને લક્ઝુરી કાર પર 15  ટકા સેસ લાગુ થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જીએસટી ટેક્સ રેટ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ચા-કોફી Gst Goods-to-be-cheaper અનાજ-કાર સસ્તી થશે Gst Dal-foodgrain Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

Forbsની ગ્લોબલ ગેમ ચેંજર્સ લિસ્ટમાં નં 1 રેંક પર છે મુકેશ અંબાની

રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાનીને ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેંજર્સની લિસ્ટમાં નંબર 1 ...

news

Paytm નુ પેમેંટ બેંક 23 મેથી શરૂ થશે,

અનેક મહિનાઓની રાહ જોયા પછી છેવટે હવે પેટીએમની ચુકવણી બેંક 23 મેથી શરૂ થઈ જશે. તેને આ ...

news

Nokia 3310 કેમ ખરીદવું અને કેમ નથી ખરીદવું, 7 કારણ

17ના લાંબા ઈંટજાર પછી આખેરકાર નોકિયાનો એતિહાસિક ફીચર ફોન Nokia 3310 નવા અવતારમાં આવી ગયું ...

news

26 મેના રોજ શરૂ થશે દેશની પ્રથમ Electric કેબ્સ સેવા

નાગપુર દેશનુ પ્રથમ શહેર હશે જ્ય ઈલેક્ટ્રિક કૈબ્સની શરૂઆત કરવામાં આવશે. નાગપુરમાં આ ...

Widgets Magazine