ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (13:06 IST)

હવે બધા એયરટેલ રિલાયંસ ગ્રાહકોને 4જી સેવા મળી શકે છે

એયરટેલ અને રિલાયંસના યુઝર્સને ટૂંક સમયમાં જ 4જી સર્વિસ મળી શકે છે. ભારતી એયરટેલ અને રિલાયંસ કમ્યુનિકેશંસએ દેશભરમાં 4જી સેવાઓ પુરી પાડવાનુ સામર્થ્ય મેળવી લીધુ છે.  તાજેતરમાં સ્પેક્ટમ નિલામીમાં આ કંપનીઓએ આ માટે જરૂરી સ્પેક્ટ્રમ મેળવી લીધુ છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝની એકમ રિલાયંસ જીયો ઈંફોકૉમ પાસે પહેલાથી જ 4જી સ્પેક્ટ્રમ છે. 
 
આરકોમે નિવેદનમાં કહ્યુ, 'આરકૉમ દેશમાં એકમાત્ર અને પ્રથમ ઑપરેટર બની ગયુ છે જેની પાસે રાષ્ટીય સ્તર પર 800-850 મેગાહર્ટઝનુ સ્પેક્ટ્રમ છે. હવે આરકૉમ ઓછા રોકાણ પર અત્યાધુનિક એલટીઈ પ્રૌદ્યોગિકી સાથે સેવાઓ આપવામાં સક્ષમ છે.' 
 
ભારતી એયરટેલે નિવેદનમાં કહ્યુ કે તાજેતરની નીલામી પછી તેની પાસે 3જી અને 4જીમાં મોબાઈલ ડેટા ખંડમાં ઑલ ઈંડિયા સ્તરની  પહોંચ થઈ ગઈ છે.