શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :ન્યૂયોર્ક , ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (12:20 IST)

એપ્પલ આઈફોન-6 અને આઈફોન-6 પ્લસ લોંચ, જાણો શુ છે ફીચર્સ

અનેક મહિનાની અટકળોને વિરામ આપતા એપ્પલે બે સ્માર્ટ આઈફોન 6 અને આઈફોન 6 પ્લસ લોંચ કરી દીધા. એવુ લાગે છે કે બજારમાં કોરિયાઈ કંપની સૈમસંગ તરફથી મળી રહેલ પડકારનો મુકાબલો કરવા માટે આ રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક વર્ષોની અફવાઓ અને અટકળો પછી કંપનીએ એપ્પલ વૉચ પણ રજૂ કરી. નવો ફોન અમેરિકા, કનાડા અને બ્રિટન સહિત 6 અન્ય દેશોમાં 19 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થઈ જશે. આ ડિવાઈસની પ્રી બુકિંગ 12 સપ્ટેમ્બરના રોજ થશે. 
 
આગળના પેજ પર જાણો આ ફોન અને વૉચના ફીચર્સ 



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

બજાર વિશ્લેષકોનુ માનવુ છે કે ભારતમાં આ હેંડસેટ ઓક્ટોબરના અંતમાં દિવાળી સુધી કે નવેમ્બરમાં રજૂ કરવામાં આવશે. આઈફોન 6 અને આઈફોન 6 પ્લસ બંનેમાં એપ્પલે 8 એમપી રિયલ કેમેરાની સાથે કેટલાક નવા ફોટા સેંસર જોડ્યા છે.  અમેરિકામાં 4.6 ઈંક સ્ક્રીનવાળા આઈફોન 6ની કિમંત 199 ડોલર થી 399 ડોલર સુધી. જ્યારે કે 5.5 સ્ક્રીનવાળા આઈફોન 6 પ્લસની કિમંત 299 થી 499 ડોલર સુધી હશે. આ વર્ષના અંત સુધી 115 દેશોમાં આનુ વેચાણ શરૂ થઈ જશે. 
 
આગળના પેજ પર સેમસંગ સાથે કેવી રીતે કરશો મુકાબલો 


કંપનીના સીઈઓ કુક બંને ફોન લોંચ કરતા કહ્યુ કે અત્યાર સુધીનો સૌથી ઉન્નત આઈફોન રજૂ કરીને અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ બંને અત્યાર સુધીના આઈફોંસના આકારમાં મોટા પણ પાતળા છે. બંને જ ફોનમાં રેટિના એચડી તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
 
આ આ આઈફોન બાકી બધા આઈફોંસથી બિલકુલ જુદી જ ડિઝાઈનમાં છે. આઈફોન 6માં એનએફસીની શાનદાર વર્ઝન આપવામાં આવ્યુ છે. આઈફોન 6માં 13 મેગાપિક્સલ અને આઈહોન 5 પ્લસમાં 16 મૈગાપિક્સલ અને ફ્રંટ કેમરા 8 મૈગાપિક્સલ છે. આઈફોન 6 પ્લસમાં હાઈરેજુલેશન ગેમ્સ પણ રમી શકાય છે.  
 
ફોન ઉપરાંત એપ્પલે એક સ્માર્ટ વોચ પણ લોંચ કરી. જે ફિટનેસ સહિત અનેક અનોખા સેંસરથી સુસજ્જિત છે. આ વૉચ હાર્ટ બીટ રીડ કરી શકે છે.  કંપનીનુ કહેવુ છે કે આનુ ટચસ્ક્રીન પ્રેશર સેંસેટિવ છે. આની કિમંત 349 અમેરિકી ડોલર મુકવામાં આવી છે. જેનુ વેચાણ આગામી વર્ષના શરૂઆતમાં થશે.