શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 નવેમ્બર 2014 (10:22 IST)

આજથી ATM માંથી ફક્ત પાંચવાર જ મફત પૈસા કાઢવાની કે બેલેંસ ઈંકવાયરીની સુવિદ્યા, ત્યારબાદ ચાર્જ લાગશે

. એટીએમમાંથી પૈસા કાઢવા એક નવેમ્બરથી મોંઘા થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના નવા નિર્દેશો મુજબ ગ્રાહક પોતાના ખાતાવાળા બેંકના એટીએમમાંથી મહિનામાં પાંચ વખત અને બીજા બેંકના એટીએમમાંથી ત્રણ વખત જ ફ્રી માં ટ્રાંજેક્શન કરી શકશે. ત્યારબાદ દરેક ટ્રાંજેક્શન પર 20 રૂપિયા લાગશે. જેમા બેલેંસની માહિતી માટે કરવામાં આવતો ઉપયોગનો પણ સમાવેશ રહેશે. જો કે આ નિયમ હાલ ફક્ત છ મહાનગરોના ગ્રાહકો પર જ લાગુ રહેશે. આ ઉપરાંત કોઈપણ બેંક ચાહે તો અન્ય બેંકોના એટીએમ પર પોતાના ખાતાધારકોને ત્રણથી વધુ મફત લેવડદેવડની સુવિદ્યા આપી શકે છે.   પહેલા કોઈ બીજી બેંકના એટીએમમાંથી પાંચવાર અને પોતાની બેંકના એટીએમમાંથી અનલિમિટેડ ટ્રાંજેક્શનની સુવિદ્યા હતી. 
 
આ છ મહાનગરોમાં લાગુ 
 
આરબીઆઈને આ વિશે દિશા નિર્દેશ ઓગસ્ટમાં રજૂ કર્યો હતો જે એક નવેમ્બરથી લાગૂ થઈ ગયો છે. જે છ મહાનગરોમાં આનો આદેશ લાગૂ થયો છે તે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા હૈદરાબાદ અને બેંગલ્રુરૂ છે.  
 
આરબીઆઈએ શુ કહ્યુ હતુ  ? 
 
રિઝર્વ બેંકે આ વર્ષે ઓગસ્ટમાં રજુ કરેલ અધિસૂચનામાં કહ્યુ હતુ  એટીએમના ઊંચા સરેરાશ અને બેંક શાખાઓ તેમજ ગ્રાહકો પાસે હાજર ચુકવણીના વૈકલ્પિક સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને અન્ય બેંકોના એટીએમમાંથી માસિક મફત લેવડદેવડની સીમા પાંચથી ઘટાડીને ત્રણ કરવામાં આવી રહી છે. જેમા નાણાકીય અને બિનનાણાકીય બંને પ્રકારની લેવડદેવડનો સમાવેશ રહેશે.