ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2015 (12:26 IST)

બેંકના કામકાજ આ મહિને જ પતાવી લો, નહી તો..

નાણાકીય વર્ષ 2014-15નો અંતિમ મહિનો માર્ચના અંતમાં જ્યા વિવિધ પ્રકારના કર જમા કરવા માટે બેંકોમાં ભારે ભીડ થઈ રહી છે. બીજી બાજુ એપ્રિલના શરૂઆતના દિવસોમાં બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે. 
બેંક 28 માર્ચના રોજ રામનવમી અને 29 માર્ચના રોજ રવિવારના કારણે બંધ રહેશે. 30-31 માર્ચના રોજ આખો દિવસ અને ચાર એપ્રિલના દિવસે શનિવાર હોવાને કારણે બેંકનુ કામકાજ એક વાગ્યા સુધી ચાલશે. તેથી બેંક સંબંધિત કામકાજ આ અઠવાડિયામાં જ પતાવી લો. નહિ તો લાંબી રાહ જોવી પડશે. 
 
બેંક સૂત્રો મુજબ એક એપ્રિલના રોજ વાર્ષિક લેખાજોખા એકાઉંટ ક્લોજિંગને કારણે બેંકોમાં રજા રહેશે. તેના બીજા દિવસે 2 એપ્રિલના રોજ અનેક રાજ્યોમાં મહાવીર જયંતીની રજા રહેશે. જ્યારે કે ત્રણ એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે છે. શનિવારે બેંકોમાં અડધો દિવસ જ કામ થશે અને 5 એપ્રિલ(રવિવાર)ના રોજ સપ્તાહાંતની નિયમિત રજા રહેશે.  
 
આ રીતે મહિનાના પહેલા પાંચ દિવસ બેંકોમાં કોઈ કામકાજ નહી થાય. ભારતીય બેંક સંઘ મુજબ ઉત્તરપ્રદેશ-તમિલનાડુ-કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એકથી ત્રણ એપ્રિલ સુધી સતત રજા રહેશે જ્યારે કે અન્ય રાજ્યોમાં અંતર હોઈ શકે છે.