શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (17:47 IST)

બેંકના કામ જલ્દી પતાવી લો... 5 દિવસ સુધી બેંક રહેશે બંધ

બેંકોના જરૂરી કામ પતાવવા માટે શુક્રવારે અંતિમ તક છે. કારણ કે ત્યારબાદ પાંચ દિવસ બેંકમાં રજા રહેશે. તહેવારની ઋતુમાં આ અઠવાડિયુ થોડુ વધુ લાંબુ રહેવાનુ છે. મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે 08 ઓક્ટોબરના રોજ બેંક બંધ રહેશે. રવિવારે સામાન્ય અઠવાડિયાની રજા રહેશે. જ્યારે કે 10 ઓક્ટોબરે નવમીને કારણે અનેક રાજ્યોમાં રજા રહેશે.   11 ઓક્ટોબરના રોજ વિજયા દશમી અને 12 ઓક્ટોબરના રોજ મોહર્રમને કારણે બેંકોમાં કામકાજ બંધ રહેશે. 
 
એટીએમમાં પણ તકલીફ થઈ શકે છે 
 
તહેવારી ઋતુમાં લોકો દ્વારા વધુ રોકડ કાઢવાથી એટીએમમાં પણ પૈસાની પ્રોબ્લેમ આવી શકે છે. રજાઓને કારણે એટીએમમાં પૈસા ખતમ થવા છતા બેંક તેમા કેશ નાખી નહી શકે.  જો કે રોકડ વગરની ચુકવણીના વિવિધ વિકલ્પો અને ઈંટરનેટ બેકિંગને કારણે લોકોની થોડી સમસ્યા દૂર થઈ શકે છે.