શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (13:04 IST)

આ છે મોદી સરકારનું બજેટ તૈયાર કરનારા ધુરંધરો

28 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ કરવામાં આવનાર બજેટૅને સંતુલિત બનાવવા માટે એક કોર ટીમ લાગેલી છે. આ બજેટથી સામાન્ય માણસથી લઈને દિગ્ગજ કોર્પોરેટ પણ મોટી આશા લગાવીને બેસ્યા છે. આ બજેટ નરેન્દ્ર મોદી સરકારના આર્થિક સુધારનુ ફ્રેમવર્ક રજુ કરશે અને જોવાનુ એ રહેશે કે સરકાર વિવિધ પડકારોનો સામનો કેવી રીતે કરે છે. આવો જાણીએ સરકારના આ પડકારો અને મોદી સરકારની નૈયા પાર લગાવવાની જવાબદારી કયા ધુરંધરોના ખભા પર મુકવામાં આવી છે. 
 
 
અરવિંદ સુબ્રમણ્યમ (ચીફ ઈકોનોમિક એડવાઈઝર) 
 
મોદીની ટીમ બજેટ્ના મુખ્ય નામોમાંથી એક અરવિંદ સુબ્રમણ્યમ છે. ઓક્ટોબર 2014માં તેમને ચીફ ઈકોનોમિક એડવાઈઝર બનાવાયા છે.  સુબ્રમણ્યમે પદભાર સાચવતા બે મહિના પછી પ્રકાશિત મિડ ઈયર ઈકોનોમિક રિવ્યુમાં ગ્રોથને ગતિ આપવા માટે સરકારી ખર્ચ વધારવાની વાત કરીને વાતાવરણ ગરમાવ્યુ છે. બીજી બાજુ કેન્દ્ર સરકરી ખર્ચને વધારવાના પક્ષમાં નથી. જોવાનુ એ છે કે બજેટમાં તેઓ પોતાના વિચારને સમાવી શકે છે કે પછી સરકાર આગળ નમતુ લઈ લે છે.  
 
શાંતિકાંત દાસ (સેક્રેટરી ઓફ રેવેન્યુ) 
 
શાંતિકાંત દાસ તમિલનાડુ કાડરના અધિકારી છે. તેમને નાણાકીય મંત્રાલયનો સારો અનુભવ છે. તેમને નવી સરકાર અગાઉના બજેટના ફક્ત 25 દિવસ પહેલા આવી હતી. બજેટ બનાવવાનો તેમનો પોતાનો જુદો અંદાજ છે.  અનેક સુધારાની ચાવી તેમના હાથમાં છે.. જે રોકાણકારોને પરિણામોને સુધારી શકે છે.  
 
રતન પી. વાટલ (સેક્રેટરી ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચર) 
 
એ એકમાત્ર એવા અધિકારી છે જે જૂની સરકામાં પણ હતા અને નવી સરકારે તેમને તેમના પદ પર કાયમ રાખ્યા છે. આંધ્ર પ્રદેશ કાડરના આઈએએસ અધિકારીએ પૂર્વ પ્રધાનમંત્રી પી.વી નરસિમ્હા રાવના પ્રાઈવેટ સેક્રેટરી રહેતા બજાર ઉદરવાદની પહેલી લહેરને ખૂબ નિકટથી જોઈ છે. જોવાનુ એ છે કે તેઓ સરકારી ખર્ચ માટે વધુ ફંડનો જુગાડ જેટલીની મદદથી કેવી રીતે કરે છે.  
 
આરાધના જોહરી (સેક્રેટરી ડિપાર્ટમેંટ ઓફ ડિસઈંવેસ્ટમેંટ
 
તેમની દેખરેખ હેઠળ  ભારતમાં સૌથી મોટી પબ્લિક ઓફર મતલબ કોલ ઈંડિયામાં 10 ટકા સ્ટેક સેલની ઓફર આપવામાં આવી જેના દ્વારા  સરકારને 22500 કરોડ રૂપિયાની કમાણી થઈ.  જો તેઓ ઓએનજીસેમાં પણ 5 ટકા સ્ટેક સેલને અંજામ આપવામાં સફળ થાય છે તો તે પહેલી ડિસઈંવેસ્ટમેંટ સેક્રેટરી બની જશે. જેમણે આ વર્ષે રેકોર્ડ સમયમાં સ્ટેક સેલ ટારગેટ મેળવ્યુ છે.  
 
રાજીવ મહર્ષિ (ફાઈનેંસ સેક્રેટરી એંડ સેક્રેટરી,  ડિપાર્ટમેંટ ઓફ ઈકોનોમિક અફેયર્સ) 
 
1978 બેંચના રાજસ્થાન કાડરના આઈએએસ અધિકારી છે મહર્ષિ. તેમને નવી સરકારને બ્યુરોક્રેસીમાં ફેરફાર પછી ડિપાર્ટમેંટ ઓફ ઈકોનોમિક અફેયર્સના પદ પર બેસાડ્યા. દેશને હાઈ ગ્રોથના માર્ગ પર લઈ જવા માટે બજેટમાં તેઓ શુ જોગવાએ કરે છે એ મુખ્ય વાત હશે. 
 
હસમુખ અધિયા (સેક્રેટરી ડિપાર્ટમેંટ ઓફ ફાઈનેંશલ સવિસેઝ)  
 
બેકિંગ સેક્ટરને ગતિ આપવા માટે મોદી સરકાર દ્વારા બોલાવતા પહેલા અધિયા ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી ફાઈનેંસ હતા. તેઓ 1981 બૈચના આઈએએસ અધિકારી છે. બીમાર બૈકિંગ સેક્ટરની સ્થિતિમાં સુધાર લાવવી પાકા યોગા પ્રૈક્ટિશનર માટે સૌથી મોટો પડકાર છે.  
 
અનીતા કપૂર (ચેયરમેન. સેટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ) 
 
1978 બેચની આઈઆરએસ અધિકારી કપુરને ટૈક્સ પોલિસીનો વ્યાપક અનુભવ છે. તેમણે ટેક્સ પોલિસી અને લેઝિસ્લેશનમાં કામ કર્યુ છે. તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં નિષ્ણાત સમજવામાં આવે છે. તેમણે પોતાની આ આવડતનો પરિચય વોડાફોન અને શેલ મામલાઓમાં મુંબઈ હાઈ કોર્ટની રૂલિંગ વિરુદ્ધ અપીલ કરવાની સરકારને સલાહ આપીને આપ્યો છે. 
 
રજત ભાર્ગવ (જોઈંટ સેક્રેટરી બજેટ) 
 
1990 બૈચના આંધ્ર પ્રદેશ કાડરના આ આઈએએસ અધિકારી બજેટના બ્લુ શીટને મેનટેન કરવાની જવાબદારી સાચવશે. તેમને એ પણ જોવાનુ છે કે બધા બજેટ દસ્તાવેજોની સમય સમય પર અને ત્રૃટિ રહિત પ્રિટિંગ થાય. 
 
કૌશલ શ્રીવાસ્તવ (ચેયરમેન.. સેંટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એંડ કસ્ટમ્સ
 
1978 બેંચના આઈઆરએસ અધિકરી બોર્ડ શ્રીવાસ્તવ ચેયરમેન બનતા પહેલા બોર્ડના સભ્ય હતા. આગામી બે વર્ષોની અંદર સરકાર આખા દેશમાં જીએસટીને લાગુ કરવા માંગે છે. તેથી બજેટમાં તે જીએસટી સાથે સંબંધિત શુ જોગવાઈ કરે છે એ જોવાનુ રહેશે.