ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (10:51 IST)

રેલ બજેટ - જાણો શુ શુ હોઈ શકે છે રેલ બજેટમાં

મોદી સરકારનુ પ્રથમ પુર્ણ રેલ બજેટ ગુરૂવારે મતલબ આજે રજુ થવાનુ છે. નવ મહિના સરકાર ચલાવ્યા પછી રેલવેમાં શુ શુ ફેરફાર જોવા મળશે. આ તો  રેલ બજેટ પછી જ જાણ થશે. 
 
તમારી ઉત્સુકતા માટે રેલ બજેટ થોડા સમય પહેલા અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે બજેટની શુ વિશેષ વાતો રહેશ જે તમારા કામની છે અને તમે આ રેલ બજેટમાં જાણવા માંગો છો 
 
રેલ ભાડામાં વધારો થશે ?
 
આ પ્રશ્નનો જવાબ ભલે રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ ટાળી દીધો હોય. પણ આ બજેટમાં આ વાતની શક્યતા ઓછી છે કે આ વખતે મુસાફરોનો ખિસ્સા પર કોઈ બોજ વધશે. મતલબ રેલ ભાડામાં વધારો નહી થાય. પણ આ વખતના બજેટમાં સમાચાર એ નથી કે રેલ ભાડુ વધશે પણ લોકો એ તરફ જોઈ રહ્યા છેકે શુ રેલ ભાડુ ઘટશે. ડીઝલના ભાવમા 14 રૂપિયા ઘટ્યા છે. પણ પેચ એ છે કે વીજળી 4% ટકા મોંધી થઈ ગઈ છે. ડીઝલના ઘટતા ભાવથી આ વર્ષે  લગભગ પંદર હજાર કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. 
 
તમે બતાવી દઈએ કે હાલ રેલવેના 676 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમા ફકત 317 પુરા થઈ શક્યા. મતલબ 359 અધૂરા છે. આ અધૂરા પ્રોજેક્ત માટે 1 લાખ 82 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. 
 
આવામાં રેલ ભાડુ ઓછુ કરીને સરકાર પૈસા એકત્ર કરવાનો પ્રયત્ન કરશે. સુરેશ પ્રભુ 1 લાખ 82 હજાર કરોડ રૂપિયાની કમાણીનો રોડમૈપ પણ મુકવાના છે. 
 
આમ પણ વર્ષના અંતમાં બિહાર પહેલા કોઈ ચૂંટણી નથી તેથી બની શકે છે કે રેલ મંત્રી લોક લોભાવણી લાલચમાં ન આવે અને મુસાફરી ભાડુ ઓછુ ન કરે. ભાડુ તો નહી વધે અપ્ણ સ્વચ્છતાનો ટેક્સ જુદો લગાવી શકાય છે. મતલબ સ્વચ્છ રેલ માટે પૈસા તમારા ખિસ્સામાંથી જશે.  
 
માલભાડાનુ શુ થશે ? 
 
છેલ્લા કેટલા વર્ષોથી રેલવેએ ભાડુ નથી વધાર્યુ  આ કારણે ટિકિટના પૈસા દ્વારા રેલવેનો અડધો ખર્ચ જ મળી શક્યો છે અને મુસાફરી ભાડુની ખોટ 24 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. રેલવે આ ખોટની ભરપાઈ હાલ માલભાડાની આવક દ્વારા કરી રહી છે.   
 
આનો મતલબ તમારી ટિકિટ જો રેલવેને 1000ની પડે છે તો રેલવે તમારી પાસેથી 500 લે છે અને 500 માલભાડાની કમાણી પુરો કરે છે. આ સંતુલનના રેલ બજેટમાં થોડી હદ સુધી ઠીક થવાનુ અનુમાન બતાવાય રહ્યુ છે. 
 
આમ જો અનુમાનિત જીડીપી દર 7.4%માનીએ તો આ વર્ષે માલભાડુ વધુ હોવુ જોઈએ. જેનાથી રેલવેની આવક વધશે. આ ઉપરાંત ડીઝલનો ખર્ચ ઓછો થવાથી મુસાફરી ભાડાથી થતી ખોટ ઓછી થશે. અને માલ ભાડુ વધવાથી આવક વધશે તો નુકશાન હજુ વધુ ઓછુ થશે.  
 
આમ તો ડીઝલ સસ્તુ થવાથી રેલ મંત્રાલયને 12થી 15 હજાર કરોડ રૂપિયાની બચત થશે. આ બધા સમીકરણો પર નજર કરીએ તો માલ ભાડુ જો નથી ઘટતુ તો કમશે કમ વધે તો નહી. 
 
નવી ટ્રેનોની જાહેરાત ? 
 
આ વખતે નવી ટ્રેનોની સંખ્યા સો થી વધુ નહી રહે. મતલબ દર વખત કરતા ઓછી. અગાઉ 160 નવી ટ્રેનોની જાહેરાત થઈ હતી. 
 
બિહાર પર મહેરબાની 
 
બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે તેથી બિહાર પર મહેરબાની બતાવાય તેવી આશા છે. જન સાધારણ એક્સપ્રેસની જેમ રિઝર્વેશનવાળી ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. ભારતની ગૌરવશાળી પરંપરા બતાવવા માટે ભારત ગૌરવ નામથી નવી ટ્રેનનુ એલાન થઈ શકે છે. 
 
વિમાન જેવુ ટોયલેટ 
 
રાજધાની કે શતાબ્દીની નવી સેવાઓ તો શરૂ થવાની અશા નથી પણ 20 નવી રાજધાની શતાબ્દી ટ્રેન મતલબ નવી એંજિન ટ્રેનોનુ એલાન થઈ શકે છે. હવાઈ જહાજ જેવા વૈક્યુમ ટોયલેટ (vacuum toilet) હવે ટ્રેનોમાં પણ રહેશે. મતલબ પાણીની તો બચત થશે જ સાથે સાથે સાફ સફાઈ પણ ફ્લાઈટ જેવી થઈ જશે.  
 
હાલ ટ્રેનોમાં ટોયલેટની જે હાલત હોય છે તે કોઈને પૂછવાની જરૂર નથી. તેથી સરકારે સાફ સફાઈ અને સારી સુવિદ્યા પર જોર આપવાનો નિર્ણય કર્યો છે. 
 
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 100 વધુ ટ્રેનોમાં હાઉસકીપિંગ સર્વિસ શરૂ કરવામાં આવશે. સ્વચ્છ સ્ટેશન સ્કીમમાં 6 વધુ સ્ટેશનનો સમાવેશ કરાશે. 2016 પછી ફક્ત LHB કોચ બનશે જેમા બાયોટોયલેટ રહેશે.  
 
હાઈ ફાઈ રેલવેની ઝલક પણ રેલ બજેટમાં જોવા મળશે. મુસાફરોની સુવિદ્યા માટે સ્માર્ટફોન એપ્પ બનાવાશે. મહિલા મુસાફરો માટે ખાસ સ્માર્ટફોન એપ્પ રહેશે. 
 
અનેક સ્ટેશનો અને ટ્રેનોમાં વાઈ ફાઈ સુવિદ્યા આપવામાં આવશે. નેત્રહીન મુસાફરો માટે નવા ડબ્બામાં બ્રેલમાં પણ સાઈન લાગેલા રહેશે. ડીઝલ ગાડીયોમાં નોયઝ રિડક્શન સિસ્ટમ લાગશે જેનાથી અવાજ અંદર ઓછો થઈ જશે. વિદેશોની જેમ પ્રીમિયમ ગાડીઓના ઈંટીરિયર NID મતલબ નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના ડિઝાઈનર બનાવશે. મુસાફરો માટે પોર્ટલ અને એપ્પ જેમા કોઈ પણ કંપ્લેંટ ઓનલાઈન નોંધાવી શકાશે.