ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 11 માર્ચ 2015 (14:33 IST)

હવે તમે પણ ખરીદી શકો છો કાર.. જાણો કેવી રીતે

શુ તમે નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો ? સાથે જ પૈસા બચાવવા માંગો છો. તમે કદાચ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે. અમે તમને બતાવીએ છીએ કે આ કેવી રીતે થશે. પ્રી રજિસ્ટર્ડ કાર તમારી પાસે સારો વિકલ્પ છે. જેના માધ્યમથી તમે ખરીદવાની સાથે સાથે હજારો રૂપિયા બચાવી શકો છો. 
શુ છે પ્રી રજિસ્ટર્ડ કાર  ?
 
પ્રી રજિસ્ટર્ડ કાર એક બ્રાંડ નવી કાર છે જે ડીલરના નામથી નોંધવામાં આવે છે. જ્યારે તમે કાર ખરીદી રહ્યા હોવ છો તો ડીલર ટેકનીકલી કારનો પ્રથમ માલિક હોય છે.  અને કારમાં પહેલાથી જ નંબર પ્લેટ લાગેલી હોય છે. કાર ડીલર પોતાની સેલ્સ ફીગર વધારવા માટે આવુ કરે છે.  જેથી તે મૈનૂફેક્ટર દ્વારા સેટ કરવામાં આવેલ ટારગેટને પુર્ણ કરી શકે. આમ તો અધિકારીક રૂપે કારને સેક્ંડ હેંડ કાર કહી શકાય. પણ આ કાર લગભગ નવી જ હોય છે. જ્યારે તમે નવી કાર ખરીદો છો તો કારની ડિલીવરીમાં અઠવાડિયા અને મહિના લાગી જાય છે. પણ તમે પ્રી રજિસ્ટર્ડ કારને રજિસ્ટર કરાવીને સીધા ઘરે લઈ જઈ શકો છો. ડીલર્સ પોતાના  સ્ટોકને ઓછો કરવા માટે રજિસ્ટર્ડ કાર માટે ઓફર પણ મુકે છે. 
 
કાર ખરીદતા પહેલા આ વાતો ધ્યાનમાં રાખો 
 
જ્યારે તમે કાર ખરીદવા માટે જઈ રહ્યા હોય તો આ પહેલા સારી રીતે હોમવર્ક કરી લો. કારણ કે આ હોમવર્ક તમને કારના ડિસ્કાઉંટ પૂછવામાં મદદ કરશે અને તમે સારી રીતે ખરીદી વેચાણ કરી શકશો. તમારી સાથે ડીલરની એડ(જાહેરાત) જરૂર રાખો. જેમા ડીલરના ડિસ્કાઉંટ વિશે બતાવાયુ હશે. ગાડીનુ રજિસ્ટ્રેશન થતા સુધી શો રૂમ છોડીને ન જાવ. સાથે જ કારની વોરંટી વિશે રિટર્ન કંફરમેશન લેવુ ન ભૂલશો. 
 
ફાયદા - 
 
- તમે કાર ખરીદતી વખતે કોઈ લાલચમાં ન પડો.. તમને લગભગ નવી કાર પ્રાપ્ત થઈ છે. 
- જો તમારી કારમાં કોઈ ગડબડ જોવા મળે તો ડીલર સાથે સંપર્ક કરો. 
- જો ડીલર તમને મોડા સુધી બેસવામાટે કહે કે પછી એવુ કહે કે આવતા અઠવાડિયે કારની ડિલિવરી થશે તો બિલકુલ ન માનો કારણ્કે કાર તમને તરત આપવામાં આવશે. 
- પ્રી રજિસ્ટર્ડ કારમાં મોટા ડિસ્કાઉંટની ઓફર આપવામાં આવે છે. 
- કિમંત પર મોલ-તોલ કરો આ તમારી માટે લાભકારી સાબિત થઈ શકે છે. 
- તમે કાર સાથે મળનારી એક્સ્ટ્રા વસ્તુઓ માટે પણ વાત કરો. જો તમે નહી કરો તો તમને એ વસ્તુઓ ક્યારેય નહી મળે. 
 
નુકશાન 
 
- રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં તમારુ નામ પહેલા ગ્રાહકના નામ પર નહી નોંધાય જેનાથી કારની કિમંત ઘટી જશે. મતલબ જો તમે ભવિષ્યમાં કાર વેચવા માંગશો તો તમને કિમંત ઓછી મળશે. કારણ કે આ કાર પહેલા ગ્રાહકના રૂપમાં ડીલરના નામે નોંધાયેલ છે. 
- આ કાર તમને મળતા પહેલા જ બની શકે કે થોડાક કિલોમીટર ચાલી હોય.. આ તમને નવી કારનો આનંદ નહી આપી શકે. 
- પ્રી રજિસ્ટર્ડ કાર વાપરેલી કાર હોય છે 
- કસ્ટમાઈજેશન શક્ય નહી હોય.. તમને એ જ મળશે જે તમે જોશો 
- કારને અંદર બહારથી સારી રીતે તપાસી લો. પ્રી રજિસ્ટર્ડ કાર પણ ક્યાક ને ક્યાકથી નુકશાનવાળી હોય શકે છે.