નોટબંધીના ચારેક માસ બાદ પણ કેશની તંગી,અમદાવાદમાં મોટાભાગના એટીએમ કેશલેસ

શુક્રવાર, 17 માર્ચ 2017 (13:09 IST)

Widgets Magazineનોટબંધીના ચારેક માસ બાદ પણ શહેરમાં નાણાની તંગી વર્તાઇ રહી છે. શહેરના મોટાભાગના એટીએમ આજે પણ ખાલી ખમ પડયા છે. ગ્રાહકો દિવસ-રાત ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ તેઓને એટીએમમાંથી રૃપિયા ન મળતા તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં એટીએમ કેશલેસ અવસ્થામાં છે.

દેશભરમાં ગત ૮ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દેવાઇ હતી. નોટબંધીની અસર ૫૦ દિવસમાં ખતમ કરી નાંખવાની સરકારની વાતો વચ્ચે આજે પણ સ્થિતિ એ છેકે મોટાભાગની બેન્કોમાં કેસની તંગી આજે પણ વર્તાઇ રહી છે. બેંન્કોમાં કોઇ હોબાળો ન થાય અને ગ્રાહકોને પુરતા પૈસા મળી રહે તે માટેની જ વ્યવસ્થા કરાઇ છે.
જોકે એટીએમમાં પૈસા મૂકવામાં આવતા જ ન હોવાથી બેન્કના સમય બાદ ઇમરજન્સીમાં પૈસાની જરૃરીયાત ઉભી થવાના કિસ્સામાં એટીએમમાંથી પૈસા મળતા જ ન હોવાથી લોકોએ કયા એટીએમમાં પૈસા પડયા છે તે શોધવા માટે રઝળપાટ કરવી પડી રહી છે.
પૂર્વ વિસ્તારમાં મોટાભાગના એટીએમના શટલ એડધા પડેલા હોય છે, એટીએમની સ્ક્રીન પર કેશ ન હોવાના લખાણો તેમજ બોર્ડ મારેલા હોય છે. ખાસ કરીને પગાર તારીખમાં અને આખર તારીખોમાં લોકોએ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ અંગે બેન્કોના અધિકારીઓ પણ કેશ ન હોવાની વાત કબૂલીને એટીએમ ખાલી હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નોટબંધી કેશની તંગી અમદાવાદ તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Notebandhi. ગુજરાતી સમાચાર એટીએમ કેશલેસ. Cashless Atm Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

કેટલું જાણો છો તમે યૂટ્યૂબ વિશે

યૂટ્યૂબની સ્થાપના થી 18 મહીનાની અંદર ગૂગલએ યૂટ્યૂબને 1.65 બિલિયન ડાલરના સ્ટાકના બદલે ખરીદ ...

news

BJP ની જીતથી ઝૂમ્યુ સેંસેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તર પર રૂપિયો પણ ચઢ્યો

વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીતની અસર સેંક્સેક્સ પર પણ જોવા મળી રહી છે. હોળીની રજા ...

news

Paytm એ લીધો મોટો નિર્ણય, હવે ક્રેડિટ કાર્ડ દ્વારા રીચાર્જ થયુ મોંઘુ

જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પેટીએમમાં પૈસા નાખો છો તો સમાચાર તમારે માટે ખૂબ મહત્વના છે. ...

news

ખુશ ખબર... હવેથી મિનરલ વોટર દરેક સ્થળે એક જ રેટ પર મળશે ...

મુસાફરો માટે સારા સમાચાર છે. હવે દેશના બધા રેલવે સ્ટેશનો, હવાઈ મથકો અને મૉલ્સમાં એક ...

Widgets Magazine