ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (12:11 IST)

ટૂંક સમયમાં જ કરી શકશો આધાર કાર્ડથી પેમેંટ, ડેબિટ કાર્ડ, પિન નંબર જૂની વાત થઈ જશે

જો બધુ ઠીક રહ્યુ તો ટૂંક સમયમાં જ તમે આધાર કાર્ડૅનો ઉપયોગ તમામ પ્રકારના પેમેંટ કરવામાં કરી શકશે. કૈશલેસ ઈકોનોમીની તરફ અગ્રેસર સરકાર આ વાતની કોશિશ કરી રહી છે.  તમારા 12 નંબરવાળા આધારકાર્ડ દ્વારા પેમેંટ લાગૂ કરવાની કોશિશ સફળ થઈ ગયા પછી તમારે તમારો ડેબિટ કાર્ડનો ઉપયોગ નહી કરવો પડે. 
 
ઉલ્લેખનીય છે કે સરકાર આ સમયે એક સામાન્ય મોબાઈલ ફોન એપ બનાવવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કરીને દુકાનદાર અને વેપારી આધાર-આધારિત ચુકવણી મેળવી શકશે.  આ રીતે તે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, પિન અને પાસવર્ડ જેવી પ્રક્રિયાઓથી બચી જશે.  આ મોબાઈલ એપમાં હૈંડસેટનો ઉપયોગ આધાર-આધારિત ચુકવણી કરવામાં ગ્રાહકની બાયોમેટ્રિક માહિતીની સાબિતી કરવા માટે કરવામાં આવશે. 
 
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકાર (યૂઆઈડીએઆઈ)ની યોજના આધાર દ્વારા બાયોમેટ્રિક ઑથેંટિકેશન ક્ષમતા વધારીને 40 કરોડ રોજ કરવાની છે. જો આવુ થયુ તો સરકાર કેશલેસ સમાજના લક્ષ્યને મેળવવામાં આ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકે. ઉલ્લ્ખેનીય છે કે 8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. ત્યારબાદથી સરકાર દ્વારા કેશલેસ ઈકોનોમી તરફ જવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. 


આ લેવડ દેવડ મોબાઈલ એપ દ્વારા થશે. આ માટે એંડ્રોયડ મોબાઈલ હેંડસેટ્સમાં આઈરિસ કે અંગૂઠોના પ્રમાણની સુવિદ્યા રહેશે. પૈસા ગ્રાહકના બેંક એકાઉંટમાંથી ડાયરેક્ટ વેપારી કે દુકાનદારના એકાઉંટમાં ચાલ્યા જશે. આધાર સાથે જોડાયેલ લેવડદેવડ કાર્ડ અને પિનવગરની રહેશે. 
 
આધાર કેમ છે જરૂરી 
 
આધાર સંખ્યા દરેક વ્યક્તિની જીવનભરની ઓળખ 
આધાર સંખ્યાથી તમને બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને સરકારી તેમજ બિનસરકારી સેવાઓની સુવિદ્યાઓમાં 
 
પ્રથમ કાર્ડ 
 
29 સપ્ટેમ્બર 2010ના રોજ પ્રાધિકરણે દેશમાં પ્રથમ આધાર કાર્ડ રજુ કર્યુ હતુ.