ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 31 માર્ચ 2015 (13:01 IST)

1 એપ્રિલથી થશે કેટલાક વિશેષ ફેરફાર, તમારા ખિસ્સાનો ભાર વધશે

પહેલી એપ્રિલથી અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે. કેટલાક ફેરફાર તમને રાહત આપી શકે છે તો કેટલાક તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. ટ્રેનમાં યાત્રા કરનારાઓને 120 દિવસ પહેલા બુકિંગની સુવિદ્યા મળવા જઈ રહી છે તો બીજી બાજુ દેશભરમાં પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થવા જઈ રહી છે. 
 
રસોઈ ગેસ સસ્તી થઈ શકે છે. પણ ગેસ કનેક્શનને જો આધાર સાથે લિંક ન કરાવ્યુ તો સબસિડીવાળો સિલેંડર તમને નહી મળે. પ્રાઈવેટ બેંકમાં જો તમારુ મિનિમમ બેલેંસ નહી મુક્યુ તો તમને વધુ પેનલ્ટી ભરવી પડશે. કારને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ મોંઘે થઈ રહ્યો છે. કારો પણ મોંઘી થશે. સામાન્ય બજેટમાં સર્વિસ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત પણ એક એપ્રિલથી લાગુ થશે. જેની અસર અનેક સેવાઓ પર પડશે. 
 
રેલ મંત્રી સુરેશ પ્રભુએ પ્રી-બુકિંગની લિમિટ 2 મહિનાથી વધારીને 4 મહિના કરવાની જાહેરાત રેલ બજેટમાં હતી. આ 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહી છે. 
 
રેલવેનુ માલ ભાડુ - રેલ બજેટમાં માલ ભાડામાં વધારો કરવાનો જે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે બુઘવારથી લાગુ થઈ જશે. તેનાથી અનાજ, દાળ, યૂરિયા, સીમેંટ, કોલસા, લોખંડ સહિત અનેક વસ્તુઓનું માલભાડુ મોંઘુ થશે. જેની અસર તેમની કિમંતો પર પડશે.  બીજી બાજુ માલભાડુ વધતા છેવટે તેનુ નુકશાન સામાન્ય લોકોને જ ઉઠાવવુ પડશે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ 2015-16 ના બજેટમાં 12 વસ્તુઓ પર ભાડુ 0.8થી 10 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ કર્યો હતો. અનાજ અને દાળનુ માલભાડુ 10 ટકા. કોલસાનુ 6.3 ટકા બિટમન અને કોલતારનુ 3.5 ટકા, પિગ આયરન અને સ્ક્રૈપનુ 3.1 ટકા, સીમેંટનુ 2.7 ટકા, નારિયળનુ 2.1 ટકા, સ્ટીલ, રસોઈ ગેસ અને કેરોસીનનુ માલભાડુ 0.8 ટકા મોંઘી થઈ જશે.  
 
 બજેટ પ્રસ્તાવ પછી કેટલાક સીમેંટ કંપનીઓએ કહ્યુ હતુ કે ભાડુ વધવાથી તેમનુ રોકાણ વધશે. જેનાથી સીમેંટની કિમંત પ્રતિ બોરી 7 થી 10 રૂપિયા વધી શકે છે. વીજળી કંપનીઓને કહ્યુ હતુ કે તેમના રોકાણ વધશે.  આ વધારો રેલવે માલ ભાડાથી 1,21,423 કરોડ રૂપિયાની આવકનુ અનુમાન છે. વર્ષ 2014-15 માં માલભાડાથી કમાણી લગભગ 1,06,927 કરોડ રૂપિયા રહી છે.   
 
 
એકવારમાં એક ટિકિટ 
 
ઓનલાઈન બુકિંગ કરાવનારાઓને હવે એકવારમાં એક જ પ્રવાસની ટિકિટ બુક કરાવી શકશે. બીજી ટિકિટ બુક કરવા માટે બીજીવાર લોગઈન કરવુ પડશે.  
 
લોઅર બર્થ કોટા 
 
સ્લીપર ક્લાસના કોચમાં વડીલો અને પ્રેગનેંટ મહિલાઓ માટે લોઅર બર્થ કોટા 2 થી વધારીને 4 કરવામાં આવશે. લાંબા અંતરની ટ્રેનોમાં મહિલા મુસાફરો માટે આરક્ષિત 6 બર્થ ડબ્બાની વચ્ચે રહેશે. ત્યા પુરૂષો માટે મનાઈ રહેશે.  
 
પ્રાઈવેટ બેંકોમાં સર્વિસ મોંઘી - સેવિંગ એકાઉંટમાં મિનિમમ બેલેંસ ન રાખ્યુ તો જુદા જુદા શહેરોમાં 50 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી પેનલ્ટી લાગશે. બીજી વાર ચેક બુક લેતા 75 રૂપિયા આપવા પડશે. બ્રાન્ચ પર જઈને બીજીવાર પિન લેતા 50 રૂપિયાની ચુકવણી કરવી પડશે.  સ્ટ્રેંડિગ ઈંટસ્ટ્ર્ક્શન રિજેક્ટ થતા 200 રૂપિયા આપવા પડશે. 
 
કારો મોંઘી થશે. 
 
સામાન્ય બજેટમાં સરકારે કારો પર એક્સાઈઝ ડ્યુટી 12 ટકાથી વધીને 12.5 ટકા કરવામાં આવી હતી. આ કારણે કારો મોંઘી થવાની શક્યતા છે. હોંડાએ જેની જાહેરાત પણ કરી દીધી છે. અનેક ઓટો કંપનીઓમાં મિડ સેગમેંટની કારો પર 31 માર્ચ સુધી ભારે છૂટ ચાલી રહી છે.  એ પણ 1 એપ્રિલથી કિમંતો વધી શકે છે. 
 
સર્વિસ ટેક્સમાં અનેક સેવાઓ મોંઘી 
 
સામાન્ય બજેટમાં સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધીને 14 ટકા કરવામાં આવ્યો હતો. અનેક સર્વિસેઝ પર તેની અસર પડશે. જેવા કે બિઝનેસ ક્લાસમાં હવાઈ સફર પર 60 ટકા ભાડા પર સર્વિસ ટેક્સ લાગશે. ઈકોનોમી ક્લાસમાં 40 ટકા ભાડા પર સર્વિસ ટેક્સ લાગશે. રેલવે ટિકિટની ઓનલાઈન બુકિંગ પણ મોંઘી પડશે. રેસ્ટોરેંટમાં ખાવુ, મેડિકલ ટ્રીટમેંટ, જિમ સર્વિસેઝ, ફોન બિલ, કૈબ, કુરિયર બ્યુટી પાર્લર કંસ્ટ્રક્શન જેવી અનેક સર્વિસ મોંઘી થશે.