શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 12 ઑક્ટોબર 2015 (14:08 IST)

કેમિસ્ટોની દેશભરમાં ૧૪મીને બુધવારે હડતાળ

કેમિસ્ટ અેસોસિયેશન દેશભરમાં ૧૪મીને બુધવારે હડતાળ કરવા જઈ રહ્યું છે, પરંતુ ઘર અાંગણે જ અા હડતાળનો વિરોધ થઈ રહ્યો છે. અોનલાઈન વેપારના વિરોધમાં કરવામાં અાવી રહેલી અા હડતાળનો અમદાવાદ સહિત રાજ્યભરના કેટલાક કેમિસ્ટો વિરોધ કરી રહ્યા છે.

અોનલાઈન દવા વેચાણના વિરોધના નામે કેમિસ્ટ અેસોસિયેશનના હોદ્દેદારો અાડકતરી રીતે અોનલાઈન દવા વેચાણનો પ્રચાર કરીને તેમનો હાથો બની રહ્યા હોવાનો અાક્ષેપ કેટલાક કેમિસ્ટો કરી રહ્યા છે અને તેથી જ તેમણે અા હડતાળમાં જાેડાવાનો ઈનકાર કર્યો છે. ગુજરાત સ્ટેટ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યૂટર્સ અેસોસિયેશનના નામે કેટલીક પત્રિકાઅો ફરતી થઈ છે, જેમાં અા હડતાળનો વિરોધ કરાયો છે.

અોનલાઈન દવા વેચાણના વિરોધમાં ૧૪મીને બુધવારે અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરમાં બંધનું અેલાન અાપનારા કેમિસ્ટોનો તેમના જ કેટલાક સભ્યો વિરોધ કરી રહ્યા છે.  ગુજરાત કેમિસ્ટ અેસોસિયેશન અને અમદાવાદ કેમિસ્ટ અેસોસિયેશને અા  બંધનું અેલાન અાપ્યું છે, પરંતુ અા બંને અેસોસિયેશનના જ કેટલાક સભ્યો અા બંધના વિરોધમાં છે. અોનલાઈન વેચાતી દવાઅોમાં મોટા ભાગે ગર્ભપાતની દવાઅો અને વાયગ્રા જેવી
દવાઅોનું મોટા પાયે વેચાણ થાય છે તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર થતું અા વેચાણ ક્યારેક દર્દી માટે જાેખમી પણ બની શકે છે તેવી દલીલ સાથે કેમિસ્ટ અેસોસિયેશન અોનલાઈન દવા વેચાણનો વિરોધ કરે છે. દેશમાં દવા વેચાણ ક્ષેત્રે રૂપિયા ૯૦ હજાર કરોડનું ડોમેસ્ટિક માર્કેટ છે અને અા માર્કેટ હસ્તગત કરવાની અોનલાઈન દવા વેચાણ કંપનીઅોની પેરવી હોવાનું કેમિસ્ટ અેસોસિયેશન જણાવે છે.

દવાઅોના અોનલાઈન વેચાણથી અાખરેત તો ગ્રાહકો અને કેમિસ્ટોને જ નુકસાન થવાનું હોવાથી અા હડતાલનું અેલાન અપાયું હોવાનું ગુજરાત કેમિસ્ટ અેસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે પ્લાનેટહેલ્થ, અેપોલો જેવી રિટેઈલ ચેન પણ અે દિવસે બંધ પાળે તે માટે તેમની સાથે વાટાઘાટો ચાલી રહી છે અને મોટા ભાગે તેઅો પણ અા બંધના ટેકામાં બંધ પાળશે. જાેકે ઈમરજન્સી સારવાર સાચવવા માટે ગામડાઅોમાં અેક-અેક કેમિસ્ટ ખુલ્લા રખાશે જ્યારે હોસ્પિટલોમાં અગાઉથી જ ઈમર્જન્સી દવાઅો અાપી દેવાઈ છે. કેમિસ્ટ અેસોસિયેશનના અા બંધનો જાેકે તેમના જ કેટલાક સભ્યો વિરોધ કરી રહ્યા છે. અા અંગે જશુભાઈ પટેલે જણાવ્યું કે અમારા બંધનો વિરોધ કરનારા કેટલાક સભ્યોમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. અા સભ્યો અગાઉ અેસોસિયેશનની ચૂંટણીમાં અમારી સામે ખરાબ રીતે હારી ગયા હોવાથી તેઅો અા વિરોધનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ બંધને ચોક્કસપણે સફળતા મળશે જ તેવી ખાતરી જશુભાઈઅે વ્યક્ત કરી હતી. જાેકે કેમિસ્ટ અેસોસિયેશનના વિરોધમાં પત્રિકાઅો પણ ફરી રહી છે, જેમાં ગુજરાત સ્ટેટ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યૂટર્સ અેસોસિયેશનના નામે બંધનો વિરોધ કરવા પત્રિકામાં જણાવાયું છે.
અા વિવાદ અંગે અમદાવાદ કેમિસ્ટ અેસોસયિેશનના પ્રમુખ જતીન શાહે પણ જણાવ્યું કે ચૂંટણીમાં હારેલા લોકો અમારો વિરોધ કરી રહ્યા છે બાકી અોનલાઈન દવા વેચાણના વિરોધમાં અપાયેલા બંધને તમામ કેમિસ્ટોનો ટેકો છે જ અને બંધ સફળ પણ રહેશે. જાેકે કેટલીક પત્રિકાઅોમાં તો અેસોસિયેશનના હોદ્દેદારોને સીધા જ જવાબદાર ઠેરવાયા છે. અા પત્રિકાઅોમાં હોદ્દેદારોના નામ અને ફોન નંબર અાપીને જણાવાયું છે કે અા બંધના પગલે જાે કોઈ દર્દીને કંઈ નુકસાન થાય તો તેના માટે કેમિસ્ટ અેસોસિયેશનના હોદ્દેદારો જ જવાબદાર છે. જાેકે કેમિસ્ટોના અા વિવાદના પગલે બંધ કેટલે અંશે સફળ થશે તે તો સમય જ કહેશે.