ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 ઑગસ્ટ 2015 (11:13 IST)

ચીનના બજારમાં મંદીને કારણે શેર બજાર ધડામ, સેંસેક્સ લગભગ 1000 અંક ગબડ્યુ

ભારતીય શેર બજાર અઠવાડિયાના છેલ્લા વ્યવસાયિક દિવસે શુક્રવારે ભારે ઘટાડા સાથે બંધ થયુ. મુખ્ય સૂચકાંક સેંસેક્સ 242 અંકોના ઘટાડા સાથે 27,366 પર અને નિફ્ટી 73 અંકોના ઘટાડા સાથે 8300 પર બંધ થયુ. 
 
મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક  સેંસેક્સ સવારે 167.72 અંકોના ઘટાડા સાથે 27,440.10 પર ખુલ્યુ. દિવસભરના વેપારમાં સેંસેક્સએ 27,443ના ઉપર તરફ અને 27,131 ના નીચલા સ્તરને અડ્યુ. 
 
નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)ના 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 65.35 અંકોના ઘટાડા સાથે 8,305.40 પર ખુલ્યુ અને 73 અંકો કે 0.87 ટકાના ઘટાડા સાથે 8,300 પર બંધ થયુ. દિવસભરના વ્યવસાયિક વેપારમાં નિફ્ટીએ 8,322ના ઉપરી અને 8,325ના નીચલા સ્તરને અડ્યુ. 
 
મિડકૈપ અને સ્મોલકૈપ સૂચકાંકોમાં ઘટાડો 
 
બીએસઈના મિડકૈપ અને સ્મોલકૈપ સૂચકાંકોમાં ભારે ઘટાડો રહ્યો. મિડકૈપ 110.73 અંકોના ઘટાડા સાથે  11,207 પર અને સ્મૉલકૈપ 73 અંકોના ઘટાડા સાથે 11,608 પર બંધ થયુ.