ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 ઑક્ટોબર 2014 (12:19 IST)

પાસપોર્ટ ડિપાર્ટમેંટ રજૂ કરશે 'ઈ પાસપોર્ટ'

ફોરેન મિનિસ્ટ્રીએ પાસપોર્ટને લઈને નવો પ્રયોગ શરૂ કરી દીધો છે. બધુ બરાબર રહેશે તો આવનારા સમયમાં લોકોના હાથમા નોર્મલ પાસપોર્ટના સ્થન પર ઈ પાસપોર્ટ રહેશે. આ ઈલેક્ટ્રોનિક પાસપોર્ટમાં લાગેલ એક નનાકડીથી ચિપમાં પાસપોર્ટ હોલ્ડર્સની સંપૂર્ણ ડિટેલ મળી જશે. 
 
ઈ પાસપોર્ટને લાગૂ કરવા માટે શરૂઆતી તૈયારીશો પણ શરૂ થઈ ગઈ છે . જો કે આ પહેલા પાસપોર્ટમાં એપ્લીકેટ્સની ફોટોને અટેચ કરવાને બદલે ફોટોને સ્કેન કરી પ્રિંટ કરવાની ફરિયાદો મળતી હતી. 
 
નાનકડી ચિપમાં સંપૂર્ણ માહિતી 
યોજના મુજબ 'ઈ પાસપોર્ટ'માં મ્બુ જીબીનો એક ચિપ રહેશે. આ પાસપોર્ટ વર્તમાન પાસપોર્ટની જેવો જ રહેશે.  ઈ પાસપોર્ટમાં એક ચિપ લાગેલી હશે. જેમા પાસપોર્ટ અધિકારીના ડિઝિટલ સિગ્નેચર ઉપરાંત બાયોમેટ્રિક માહિતી સહિત પાસપોર્ટ ધારકની બધી માહિતી જેવી કે નામ, જેંડર, ડેટ ઓફ બર્થ અને એક ડિઝિટલ ફોટો ચિપનો સમાવેશ થશે. બીજી બાજુ ચિપમાં પાસપોર્ટ ધારકની આંગળીના નિશાનનો પણ સમાવેશ હશે.  
 
સેફ્ટીના હેતુથી બેસ્ટ 
 
ફોરેન મિનિસ્ટ્રી દ્વારા ઈ પાસપોર્ટ લાવવાનો હેતુ નિશ્વિત રૂપે સુરક્ષા સુવિદ્યાઓમાં સુધાર કરવાનો છે. પ્રેજંટ ટાઈમમાં જે પાસપોર્ટ રજુ કરવામાં આવી રહ્યો છે તેનાથી અનેક ઘણો વધુ ઈ પાસપોર્ટ સુરક્ષિત રહેશે. બીજી બાજુ ચિપમા લાગેલ હોવાને કારણે પાસપોર્ટ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવી શક્ય નહી રહે. એટલુ જ નહી ઈ પાસપોર્ટ દ્વારા એયરપોર્ટ જેવા સ્થાનો પર ભૌતિક સત્યાપન કરવામાં સરળતા રહેશે. 
 
ટિકિટની જરૂર નહી પડે 
 
આની ખાસ વાત એ રહેશે કે પાસપોર્ટના માધ્યમથી બુક કરવામાં આવેલ એયર ટિકિટ હોટલની બુકિંગ કે પછી અન્ય કોઈ કામ માટે ઉપયોગમાં કરવામાં આવેલ ઈ પાસપોર્ટની ચિપમાં સંપૂર્ણ રેકોર્ડ રહેશે. જ્યારે ઈ પાસપોર્ટ સ્વૈપ કરવામાં આવશે કે તેનો સંપૂર્ણ રેકોર્ડ સામે આવી જશે. મતલબ એયર ટિકિટ કે પછી અન્ય કોઈ વસ્તુની બુકિંગ સ્લીપ ભૂલી જવાનુ ટેંશન નહી રહે.