શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :ગાંધીનગર: , શુક્રવાર, 19 જુલાઈ 2019 (10:32 IST)

ભારતના ડેરી ઉદ્યોગ ઉપર અંદાજિત ૭ કરોડ ખેડૂતો માટે રોજીરોટીનો આ એક માત્ર સ્ત્રોત છે: જેઠાભાઇ ભરવાડ

ગુજરાત સરકાર દ્વારા ગત ૨૦ કરતા વધુ વર્ષોથી ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના ઉત્થાન માટે સતત કાર્યશીલ છે. “સૌનો સાથ અને સૌનો વિકાસના” સૂત્રને સાર્થક કરતા ગત વર્ષ દરમ્યાન ગુજરાત સરકાર ધ્વારા દૂધ ઉત્પાદકોને મદદ કરવાના હેતુથી સ્કીમ્ડ મિલ્ક પાવડર (SMP) માં રૂા.૫૦ પ્રતિ કિલોની સહાયતા આપવામાં આવી હતી.
 
ગુજરાત સરકાર ધ્વારા જે રૂા.૫૦ પ્રતિ કિલોની સહાયતા આપવામાં આવેલ તેના કારણે ગુજરાતના દૂધ સંઘો દ્વારા ગતવર્ષ દરમ્યાન ૩૦,૦૦૦ મેટ્રિક ટન પાવડરની નિકાસ કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા આ માટે અંદાજિત રૂ. ૧૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આ પગલાંને કારણે જે ૩૦,૦૦૦ મેટ્રિક ટન પાવડરની નિકાસ કરવામાં આવી તેના કારણે માત્ર ગુજરાતના દૂધ ઉત્પાદકોને જ નહિ પરંતુ ભારતના તમામ દૂધ ઉત્પાદકોને ખુબ જ ફાયદો થયો છે. 
 
દૂધના પાવડરની નિકાસ થવાને કારણે ભારતમાં ગાયના દૂધના ભાવ જે રૂા.૧૮ થી રૂ. ૧૯ પ્રતિલિટર હતા તે વધીને રૂા.૨૭ થી રૂા.૩૦ પ્રતિલિટર થઇ ગયા છે અને દૂધના પાવડરના ભાવ જે રૂ. ૧૪૦ પ્રતિકિલોગ્રામ હતા તે વધીને રૂ. ૨૮૦ થી ૨૯૦ પ્રતિકિલોગ્રામ થઇ ગયો છે. આમ ગુજરાત સરકારના નાનકડા સહાયતાના એક પગલાંથી ભારતના દૂધ ઉત્પાદકોને ગત વર્ષ દરમિયાન રૂ. ૩૦,૦૦૦ કરોડનો અંદાજિત ફાયદો થયો છે. ભારતના ડેરી ઉદ્યોગ ઉપર અંદાજિત ૭ કરોડ ખેડૂતો અને તેમના કુટુંબીજનો નિર્ભર છે અને તેમને રોજીરોટીનો આ એક માત્ર સ્ત્રોત છે.
 
હાલમાં અમારી જાણમાં આવ્યું છે કે, મોટી ખાનગી મલ્ટિનેશનલ કંપનીઓ અને વિકસિત દેશો જેવાકે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ વિગેરે દ્વારા ભારત સરકારના સંબંધિત વિભાગમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) (FTA) થકી સસ્તા ભાવના દૂધ અને દૂધની બનાવટો ઓછી અથવા નહિવત ઈમ્પોર્ટ ડ્યૂટી ચૂકવીને ભારતના બજારમાં મુકવા માંગે છે. હાલમાં ન્યુઝીલેન્ડ દ્વારા ભારતમાં રૂ. ૧૫૦ પ્રતિકિલોગ્રામના ભાવે સ્કીમ મિલ્ક પાવડર (એસએમપી) આપવામાં માંગે છે જો, ભારત સરકારના સંબંધિત વિભાગ દ્વારા આ પગલાંને સ્વીકાર કરવામાં આવશે તો ભારતના તમામ દૂધ સંપાદિત કરતી સંસ્થાઓ એ ગાયના દૂધના ભાવ રૂ. ૫ થી ૭ પ્રતિ લીટર ઘટાડવા પડશે. 
 
આ પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદકોને વર્ષે અંદાજિત રૂ. ૫૦,૦૦૦ કરોડ દૂધના ભાવ ઓછા મળશે તેવું અનુમાન છે. વિકસિત દેશોમાં તેમના ૮ થી ૧૦ હજાર દૂધ ઉત્પાદકો દ્વારા જ દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. આપણે એ ૮ કે ૧૦ હાજર દૂધ ઉત્પાદકોના હિતની ચિંતા કરવાની જગ્યાએ ભારતના કરોડો દૂધ ઉત્પાદકોની ચિંતા કરવાની જરૂર છે. અમુલના સહકારી માળખા થકી ગુજરાતના દૂધ સંઘો દ્વારા પાછલા ૮ વર્ષોમાં દૂધ સંપાદન અને દૂધના ચુકવાયેલા ભાવમાં નોંધમાત્ર વધારો કરવામાં આવ્યો છે અને તે થકી દૂધ ઉત્પાદકોની આવક ગત ૮ વર્ષમાં ૪ ગણો વધારો થયો છે. અમુલ મોડેલ દ્વારા આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અને આ માટે ગુજરાત સરકાર દ્વારા આપણે ભારત સરકારના સંબંધિત વિભાગને વિનંતી કરવી જોઈશે કે તેમને આ પ્રકારના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કરારને રોકવો જોઈએ.