ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જુલાઈ 2015 (17:26 IST)

ડી જે પાંડિયનને પોતાના પદ ઉપર રાજીનામું આપ્યું છે.

ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડી જે પાંડિયનને પોતાના પદ ઉપર રાજીનામું આપ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને એક યાદીમાં કંપનીએ પાંડિયન અંગે માહિતી આપી છે. કંપનીએ બીએસઈને જણાવ્યું છે કે પૂર્વ IAS અધિકારી તથા કંપનીના ડિરેક્ટર અને ચેરમેન ડી જી પાંડિયને  પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે પાંડિયન 31 મેનાં રોજ ગુજરાત સરકારનાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. આ અગાઉ 5મી ફેબ્રુઆરી 2015નાં રોજ તમને GACLનાં ચેરમેન બનાવવામાં આવ્યા હતાં. GACL ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. જે દેશમાં કોસ્ટિક સોડાનું  સૌથી વધુ ઉત્પાદન કરે છે. પ્રમોટરો કંપનીમાં 46.28 ટકા હિસ્સો ધરાવે છે.

ડી જે પાંડિયન ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના અધિકારીઓમાંનાં એક છે. પાંડિયનને નરેન્દ્ર મોદીના વાઈબ્રન્ટ ગુજરાત પ્રોજેક્ટમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. હાલમાં પણ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ગેરહાજરી હોવા છતાં પણ તેને વાઈબ્રન્ટ ગુજરાત 2015નું સફળ આયોજન મુખ્ય સચિવ તરીકે ટીમને કર્યું હતું. જોકે તેમનો કાર્યકાળ વાધારવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી. પરતું તેવું શક્ય બન્યું ન હતું. જોકે હવે જ્યારે તેમને જીએસીએલ માંથી રાજીનામું આપી દુધુ છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે પીએમ મોદી તેમને દિલ્હીમાં કોઈ મહત્વનું સ્થાન આપવા જઈ રહ્યા છે. જેમ તેમને અન્ય નજીકના અધિકારીઓને પોતાની સાથે રાખ્યા  છે.