ચૂંટણીઓ બાદ ગેસ ભાવમાં વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગની નારાજગી

શનિવાર, 23 ડિસેમ્બર 2017 (14:55 IST)

Widgets Magazine
gas prices


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની મોસમ પૂર્ણ થતા ફરીથી ભાવવધારાના ડામ આપવાનું સરકારે શરુ કર્યું છે. ગત રાત્રીના સમયે નેચરલ ગેસના ભાવમાં ૨.૫૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં સમયાંતરે ભાવવધારો આવતો હોય છે. જોકે, તાજેતરમાં ૨.૫૦ રૂપિયાનો ભાવવધારો રાતોરાત ઝીંકી દેવામાં આવ્યો છે. જેથી હવે કરાર કરેલી કંપનીઓને અગાઉના ૨૪.૮૭ રૂપિયાને બદલે ૨૭.૩૭ રૂ. અને બિનકરાર કરેલી કંપનીઓએ અગાઉના ૩૦.૨૦ રૂ. ને બદલે ૩૨.૭૦ રૂપિયા ભાવ ચૂકવવો પડશે જેથી ગેસના ભાવોમાં સીધો ૨.૫૦ રૂ. નો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગ પર રોજનું ૮૫ લાખનું ભારણ વધતા મુશ્કેલીઓ વધવાની છે. આ અંગે મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ભાવવધારા સામે વિરોધ નથી પરંતુ અગાઉથી જાણ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓ ભાવ સંતુલન જાળવી શકે તો આ ભાવવધારાનો નિર્ણય રાતોરાત લેવાયો છે. જે યોગ્ય નથી તેમજ હાલ યુરોપના દેશોમાં ગેસની ડીમાંડ વધે છે જેની અસર સપ્લાય પર થવાથી શિયાળામાં ભાવવધારો આવે છે. જોકે સૂત્રો જણાવી રહ્યા છે કે આ ભાવવધારાનો નિર્ણય રાજકીય દ્વેષ આધારિત હોઈ શકે છે કારણકે મોરબી જીલ્લામાંથી ભાજપના સૂપડા સાફ થયા હતા અને પાટીદાર આંદોલનની પણ તીવ્ર અસર જોવા મળી હતી. જેથી રાતોરાત ગેસના ભાવવધારાનો નિર્ણય કરવામાં આવ્યો હોઈ શકે છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગેસ ભાવમાં વધારો મોરબી સિરામિક ઉદ્યોગ ચૂંટણીઓ બાદ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી Gujrati News Gujarati Samachar Gujarati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati.

Loading comments ...

વ્યાપાર

news

આજનું શેર માર્કેટ - જાણો આજે કયા શેરનું ખરીદ વેચાણ કરશો તો થશે લાભ

આજે અમે તમને એ 10 સ્ટોક્સ વિશે માહિતી આપીશુ જેમા આજે ટ્રેડિંગ કરી તમે નફો કમાવી શકો છો. ...

news

કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, કપાસ સહિતના પાકને નુકસાન

ઓખી વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ...

news

સુરતમાં મનમોહનનો વેપારીઓ સાથે સંવાદ, GSTથી ટેક્સ ટેરરિઝમ જોવા મળ્યું

આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સુરતના ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં ...

news

#HT લીડશિપ સમિટ : ચીન અમેરિકાથી આગળ જશે ભારત - મુકેશ અંબાણી

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનુ કહેવુ છે કે આજે ડેટા ...

Widgets Magazine