શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 7 નવેમ્બર 2014 (13:06 IST)

સોનુ સસ્તુ થશે.. આવતા વર્ષ સુધી 20,000ના સ્તર સુધી પહોંચવાની શક્યતા

આવનારા સમયમાં સોનુ વધુ સસ્તુ થઈ શકે છે. કારણ છે ડોલરમાં મજબૂતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત ઘટવાને કારણે અને અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારને કારણે ડોલર અન્ય કરેંસીના સામે સતત મજબૂત થઈ રહ્યુ છે. વિશ્વ બજારમાં સોનુ હજુ સાઢા ચાર વર્ષના નીચલા સ્તર 1137.40 ડોલર પ્રતિ ઔસ પર ચાલી રહ્યુ છે. નાણાકીય સેવા કંપની એબીએન એમરોના મુજબ વર્ષના અંત સુધી આ 1100 ડોલરના સ્તરથી નીચે જશે .  વર્ષ 2015ના અંત સુધી 800 ડોલર પ્રતિ ઔસ સુધી પહોંચી જશે  જો વિદેશી બજારોમાં ભાવ 1100 ડોલરના નીચે આવ્યો તો અહી તેની કિમંત 24-25 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની વચ્ચે રહેશે.  આંતરરાષ્ટ્રીય કિમંત 800 ડોલર થવાની સ્થિતિમાં આ કિમંત 20 હજાર રૂપિયા સુધી નીચે આવી શકે છે.  બુધવારે ઘરેલુ બજારમાં સોનુ 39 મહિના પછી 26000ના સ્તર નીચે ગયુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે લગ્નની સીઝન શરૂ થવા હ્હતા અહી સોના ચાંદીની કિમંતો પર દબાણ બનેલુ છે. દીવાળીના દિવસે સોનાની કિમંત 27,850 પ્રતિ દસ ગ્રામ હતી. એક પખવાડિયામાં આ 1950 રૂપિયા તૂટીને 25.900 પર આવી ગઈ છે.  ચાંદી પણ આ દરમિયાન 38.900 રૂપિયાથી ઘટીને 35.050 પર આવી ગઈ. મતલબ 15 દિવસમાં સોનુ 7 ટકા અને ચાંદી 9.8 ટકા તૂટી ગઈ. 
 
આ રીતે ઘટશે કિમંત 
 
સમય              વૈશ્વિક કિમંત (ડોલર પ્રતિ ઔસ)   ઘરેલુ કિમંત (રૂપિયા પ્રતિ ગ્રામ) 
 
ડિસેમ્બર 2014                1100                          24 થી 25 હજાર 
ડિસેમ્બર 2015                 800                          20 હજાર 
 
ભારતની સ્થિતિ.. સોનાની ખપત બબાતે ભારત બીજા સ્થાન પર છે. ભાવ ઘટવા છતા અહી ડિમાંડ ઓછી છે. સૌથી વધુ ખપત કરનાર ચીનમાં પણ આ જ હાલત છે.  
 
- ચાલુ ખાતા નુકશાન ઓછી કરવા માટે ભારતે સોનાની આયાત પર અનેક પ્રતિબંધ લગાવી રાખ્યા છે. તેનાથી આયાત ખૂબ ઓછી થઈ ગઈ છે.   મતલબ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત તરફથી પણ માંગ ઓછી છે. 
 
- ભારતમાં વાર્ષિક સરેરાશ 900 ટન સોનાની ખપત થાય છે. વર્ષ 2020 સુધી તેના 1200 ટન સુધી પહોંચવાનુ અનુમાન છે.