શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 21 જૂન 2017 (13:16 IST)

GST લાગૂ થવાથી જાણો શુ થશે ફાયદો અને શુ થશે નુકશાન ?

રાજ્યસભામાં વસ્તુ અને સેવાકર(જીએસટી) ખરડો પાસ થવાની સરકાર ખુશીઓ મનાવી રહ્યુ છે. કેક કાપી રહી છે પણ સામાન્ય લોકો માટે આ બિલના પાસ હોવાથી શુ ફાયદો અને શુ નુકશાન થશે. આવો નજર નાખીએ સામાન્ય લોકો પર આ બિલની શુ અસર થવાની છે. 
 
શુ થશે સસ્તુ  ? 
 
- ઘર ખરીદતા લાગનારો વૈટ અને સર્વિસ ટેક્સ થશે ઓછો 
- રેસ્ટોરેંટમાં ખાવા પર લાગનારો સર્વિસ ટેક્સ ખતમ થશે અને દરેક રાજ્યમાં ફક્ત એક ટેક્સ લાગશે. 
- એયરકંડીશનર, માઈક્રોવેવ ઓવન, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે થઈ જશે સસ્તુ. 
- અમ્યૂજમેંટ, એક્ઝિબિશન, મોટા કર્મશિયલ સમારંભ પર લાગનારા મનોરંજન કર ખતમ થશે. 
- નાની કાર અને મિની એસયૂવી સસ્તી થઈ શકે છે. 
- જીએસટીથી હવે માલની અવર જવર થશે સસ્તી 
- નાની કાર અને મિની એસયૂવી સસ્તી થઈ શકે છે. 
- ઈંડસ્ટ્રીને હવે લગભગ 18 ટકા ટેક્સ નહી ભરવો પડે. 
 
જીએસટીથી એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યૂટી, વૈટ, સેલ્સ ટેક્સ, મનોરંજન કર, લક્ઝરી ટેક્સ અને ઓક્ટ્રોય એંડ એંટ્રી ટેક્સ જેવા અનેક ટેક્સ ખતમ થઈ જશે. આખા દેશમાં એક સમાન ટેક્સ લાગૂ થશે. 
 
શુ થશે મોંઘુ  ? 
 
- ચા, કોફી, પેકબંધ ફૂડ પ્રોડક્ટસ મોંઘા થશે. 
- મોબાઈલ બિલ, ક્રેડિટ કાર્ડનુ બિલ મોંઘુ થશે 
- ડિસ્કાઉંટવાળા પ્રોડક્ટ મળશે મોંઘા, કારણ કે જીએસટીમાં ટેક્સ એમઆરપી પર લાગશે. 
- રત્ન-ઘરેણા મોંઘા થઈ શકે છે. જેના પર હાલ 3 ટકા ડ્યૂટી લાગે છે. 
- રેડિમેટ ગારમેંટ કપડા થઈ જશે મોંઘા