ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્‍હી , ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (10:39 IST)

ભારત વગર દુનિયા સાથે જોડાવવુ અશક્ય - માર્ક ઝુકરબર્ગે

સોશ્‍યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુકના સંસ્‍થાપક માર્ક ઝુકરબર્ગે આજે આઇઆઇટી દિલ્‍હીમાં ટાઉન હોલ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરી વિદ્યાર્થીઓના અનેક સવાલોના બેધડક જવાબો આપ્‍યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું ભારત આવીને ઘણો ઉત્‍સાહિત છે. તેમને પ્રથમ સવાલ પુછાયો હતો કે, ભારતમાં તમારી આટલી બધી દિલચસ્‍પી કેમ છે ? તો સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, અમારી ઇચ્‍છા ફેસબુકથી વિશ્વને જોડવાની છે. ફેસબુક વિશ્વને જોડે છે. ભારત વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે અને તેથી ભારત અમારા માટે મહત્‍વનું છે.

      એક સવાલના જવાબ આપતા ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, ૨૪ દેશોના પ કરોડ લોકો નવી કોશિષો હેઠળ ફેસબુક સાથે જોડાયેલા છે અને જે એક મોટી વાત છે. પાંચ કરોડ લોકોને ઇન્‍ટરનેટ ડોટ ઓઆરજી સાથે જોડવામાં આવેલ છે. એક વિદ્યાર્થીએ તેમને પુછયુ હતુ કે, કેન્‍ડીક્રશ ગેમની ઇન્‍વિટેશન રોકવા માટે શું કરીએ, તો તેના જવાબમાં ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, મને આ સમસ્‍યાની જાણ છે અને હું તેના ઉપર કામ કરી રહ્યો છું. અત્રે નોંધનીય છે કે, કેન્‍ડીક્રશ ગેમ ફેસબુક પ્‍લેટફોર્મ પર ઘણી લોકપ્રિય છે જો કે આ ગેમને રમવાવાળા અન્‍ય યુઝર્સને રિકવેસ્‍ટ મોકલે છે. આના કારણે અનેક યુઝર્સને પરેશાની થાય છે.

      ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, આવતા સમયમાં વિડીયો સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવશે. માર્કે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, વધુ લોકો ફેસબુક સાથે જોડાશે તો ભારતની ગરીબી હટી જશે. લોકો ફેસબુક પર થ્રીડી રિયલ્‍ટીનો ઓપ્‍શન ઇચ્‍છે છે. ફેસબુક ભવિષ્‍યમાં કઇ કઇ નવી પ્રોડકટ લાવી રહી છે તે અંગે ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, આવતા પ થી ૧૦ વર્ષમાં હ્યુમન સેન્‍સવાળા કોમ્‍પ્‍યુટર્સ લવાશે.

      ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, ભારતમાં લગભગ ૧૩ કરોડથી વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. અહી જેમની પાસે ઇન્‍ટરનેટની સુવિધા નથી અમે તેમના સુધી પહોંચવા માંગીએ છીએ.

      લોકો આના માધ્‍યમથી શિક્ષણની વાત કરે છે, સુરક્ષાની વાત કરે છે. લોકોના જીવનસ્‍તરને ઉંચુ લાવવા માટે અને લોકોને શિક્ષિત કરવા માટે તથા જનજાગૃતતા લાવવા પણ ઇન્‍ટરનેટ જરૂરી છે. નેત્રહીનો માટે ફેસબુક ઉપર કેટલાક નવા ફિચર્સ લાવવામાં આવશે. ભારતમાં ઘણા બધા લોકો ઇન્‍ટરનેટથી સંપુર્ણ રીતે જોડાઇ શકયા નથી તેથી તે ફેસબુક અને ઇન્‍ટરનેટ માટે મોટુ માર્કેટ સાબીત થઇ શકે છે. અહી કનેકટીવીટી એટલા માટે પણ જરૂરી છે કે અહીના લોકોનો સમૂહ મોટો છે. ભારત એક એવો દેશ છે જેને ઇન્‍ટરનેટથી કનેકટ કર્યા વગર તમે સમગ્ર દુનિયાને જોડી ન શકો. હું હવે ઉપલબ્‍ધતા, સામર્થ્‍ય અને જાગૃતતા ઉપર કામ કરૂ છું.

      ઝુકરબર્ગેને જયારે પુછાયુ કે, જેમની પાસે ઇન્‍ટરનેટ એકસેસ નથી તેમને કઇ રીતે જોડશો ? તો જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, અહી અનેક લોકો વિદ્યાર્થી અને ઇન્‍ટર પ્રિનિયોર મોજુદ છે જેમના અંગે વિશ્વ જાણતુ નથી. હું આ લોકોમાં રસ ધરાવુ છું અમે પ્રયાસ કરશું આ લોકો જોડાય.

      તેમણે નેટ ન્‍યુટ્રાલીટીનું સમર્થન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, એકદમ મફતમાં ઇન્‍ટરનેટ આપવુ સરળ નથી. એવા રેગ્‍યુલેશન હોવા જોઇએ કે જે પરસ્‍પર એકબીજાના હિતોને અસર ન કરે.

      અમેરીકા અને કેનાડાની એમ્‍બર એલર્ટની જેમ ભારતમાં પણ સરકાર સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવાનું ફીચર લાવવું એ મારૂ સ્‍વપ્‍ન છે. તમને કોઇ ભુલનો મલાલ છે? ત્‍યારે તેમણે કહ્યું કે ભુલ બધાથી થાય છે. કંપનીની સારી શરૂઆત અંગે પૂછતા તેમણે કહ્યું કે, કંપની શરઙ્ઘ કરતા પહેલા એ વાતનો ખ્‍યાલ હોવો જોઈએ કે શું કરવું છે? આમ આજે દિલ્‍હી આઈઆઈટીના વિદ્યાર્થીઓને માર્ક સાથે ઈન્‍ટરનેટ અંગે ચર્ચા કરી અને પ્રશ્નો પૂછવાની તક મળી હતી.