ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (15:30 IST)

વાતાવરણમાં બદલાવ થતાં અમદાવાદ એરપોર્ટ ઉપર જતી-આવતી દસ ફલાઈટ મોડી પડી

શિયાળાનો પ્રારંભ થતાની સાથે વાતાવરણમાં બદલાવ થતાં અમદાવાદ એરપોર્ટ ઉપ્‍ાર અાવતી પાંચ સહિત કુલ 10 ફ્લાઈટ પા કલાકથી લઈને પોણો કલાક સુધી ડીલે થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ ઉપર અાવતી પાંચ ફ્લાઈટ અડધાથી પોણો કલાક સુધી મોડી પડી હતી. જેમાં એર ઈન્ડિયાની દિલ્હીથી અાવતી ફ્લાઈટ નંબર એઅાઈ-19 અડધો કલાક અને દિલ્હીથી અાવતી એર કેનેડાની એસી-6412 નંબરની ફ્લાઈટ 31 મિનિટ મોડી પડી હતી. જ્યારે મુંબઈથી અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-30 નંબરની ફ્લાઈટ 40 મિનિટ, એર કેનેડાની એસી-6436 નંબરની ફ્લાઈટ અને ઈથોપિયન એરલાઈન્સની ઈટી-1773 નંબરની ફ્લાઈટ 40 મિનિટ મોડી પડી હતી.

જ્યારે અમદાવાદથી મુંબઈ જતી જેટ એરવેઝની 9 ડબ્લ્યુ-338 નંબરની ફ્લાઈટ 16 મિનિટ મોડી ઉપડી હતી.
જ્યારે એર ફ્રાન્સની એએફ-6786 નંબરની મુંબઈ જતી ફ્લાઈટ, એતિહાદ એરવેઝની ઈવાય-8769 નંબરની મુંબઈ જતી ફ્લાઈટ અને જેટ કોનેક્ટની એસ2-5044 નંબરની ફ્લાઈટ 15થી 16 મિનિટ મોડી ઉપડી હતી. અા ઉપરાંત એર ઈન્ડિયાની એઅાઈ-614 નંબરની મુંબઈ જતી ફ્લાઈટ 44 મિનિટ મોડી ઉપડી હતી.