મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (13:35 IST)

સુરતમાં વધુ ૧૦૦ કરોડના કાળા નાણાંની જાહેરાત સાથે કલેક્શન ૧૨૦૦ કરોડને પાર

ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ પૂર્ણ થવા આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યાં છે. યોજનાના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે કાલે ૧૦૦ કરોડથી વધુના બ્લેકમનીની જાહેરાત થઈ હતી. આ સાથે જ સુરતમાં આઈડીએસનું કલેકશન ૧૨૦૦ કરોડના આંકડાને પાર કરી ગયું છે. એક ચર્ચા મુજબ સુરતમાં આઈડીએસનો કુલ આંકડો અત્યારે ૧૪૦૦ કરોડને પહોંચી ગયો છે. કાલે છ બિલ્ડર, પાંચ ટેક્સ્ટાઈલ ગ્રૂપ અને પેનીસ્ટોકમાં રોકાણ કરનારા કેટલાંક લોકોએ આજે કુલ રૂપિયા ૧૦૦ કરોડનું ડેક્લેરેશન કર્યું હતું. આ પૈકી ઘણા કરચોરો આવકવેરા વિભાગની કચેરીમાં જાતે આવીને ઉચ્ચ અધિકારીઓ સાથેની વન-ટુ-વન મિટિંગમાં જ ફોર્મ સબમીટ કરી દીધા હતા. આજે સિટીલાઈટના બિલ્ડરે ૩૧ કરોડ, એલ.પી. સવાણી રોડના બિલ્ડરે ૧૪ કરોડ, રૃંઢના બિલ્ડરે ૧૨ કરોડ, પરવટ પાટિયાના બિલ્ડરે ૫ કરોડ અને કોસાડના બિલ્ડરે ૨.૫૦ કરોડ જાહેર કર્યા છે. જ્યારે પાંડેસરા જીઆઈડીસીની એક મિલના સંચાલકે ૪.૫૦ કરોડ તેમજ કાપડ સાથે સંકળાયેલા અન્ય ચાર ગ્રૂપે ૧૦ કરોડ કબૂલ્યા છે. પેનીસ્ટોકમાં રોકાણ કરનારાઓએ આજે ૧૦ કરોડના ડેક્લેરેશન ફોર્મ ભર્યા હતા.દરમિયાન વિભાગીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૧૫૦ કરોડથી વધુની બ્લેકમનીના ડેકલરેશન ફોર્મ ભરાયા છે. પેનીસ્ટોકવાળા ખૂબ મોટી માત્રામાં ૨૫ લાખથી ૫ કરોડ સુધીની રકમના ફોર્મ ભરી રહ્યાં છે. ઈન્કમ ડેક્લેરેશન સ્કીમની આરંભમાં કેન્દ્ર સરકારે કુલ ૪૦,૦૦૦ કરોડની કર વસૂલાત થશે એવી અપેક્ષા હતી દેશભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુ કલેકશન ન થયું હોય ટાર્ગેટ ઘટાડીને ૩૦,૦૦૦ કરોડ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૯૯૭માં વીડીઆઈએસ સ્કીમ વખતે ભારતભરમાંથી ૩૫,૦૦૦ કરોડનું કલેકશન થયું હતું,