ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડાયું - પરેશ ધાનાણી

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (14:52 IST)

Widgets Magazine

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી બળીને સ્વાહા થઈ જવાની ઘટના અંગે પરેશ ધાનાણીએ વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગ ગોડાઉનમાં નહિં પણ ખેડૂતોના હૃદયમાં લાગી છે. ભાજપે ખેડૂતોનાં પરસેવાની કમાણી છીનવી છે. ખેડૂતોના પરસેવાની કમાણી મળતિયાઓને મળે છે. ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પહેલાં અને ત્યારબાદ ગોંડલમાં આગ લાગી છે. મગફળીમાં માટી અને ધૂળની ભેળસેળ કરવાનું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે. સરકાર તપાસના નામે તરકટ ચલાવે છે. ગોડલ યાર્ડમાં લાગેલી આગમાં મોટી માત્રામાં મગફળીનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતાં પરેશ ધાનાણી આકરા પાણીએ જોવા મળ્યાં હતા. તેમણે સરકારની ઝાટકણી કાઢતાં, સરકાર તપાસના નામે તરકટ ચલાવતી હોવાનો આરોપ લગાવી, સરકાર આ બધું બંધ કરે અને યોગ્ય રીતે કાર્ય કરે તેમ કહ્યું હતું. આ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જવાબદારો કે દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતાં, પરેશ ધાનાણીએ ખેડૂતોની કાળી મહેનત બળીને ખાખ થઈ જવા પાછળ મોટું કૌભાંડ હોવાનું પણ કહ્યું હતું.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મગફળી ગોંડલ ગાંધીધામ પરેશ ધાનાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Paresh Dhanani Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujarat News Samachar Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

HDFCના વી.કે શર્માનુ પસંદગીનુ બજેટ રજુ

બજેટમાં હવે ફક્ત 1 દિવસ બાકી છે. આવામાં નાણાકેયે મંત્રીના પિટારામાંથી શુ નીકળી શકે છે અને ...

news

Expectations Budget 2018 - જાણો આ બજેટ દ્વારા સામાન્ય વ્યક્તિ નાણાકીય મંત્રી જેટલી પાસે શુ આશાઓ રાખે છે

નાણાકીય મંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય માણસને આ ...

news

જાણો ગુજરાતમાં કયા ઉદ્યોગોની બજેટમાં શું છે આશાઓ, વચનો નહીં પણ રાહત આપો

બજેટને લઇને તમામ વ્યાપાર ઉદ્યોગ વિવિધ રાહતની અપેક્ષા સેવી રહ્યો છે. ત્યારે દેશમાં બીજા ...

news

Budget 2018 - આગામી બજેટમાં દેખાશે જીએસટીની અસર

નાણાકીય મંત્રી અરુણ જેટલી તરફથી સંસદમાં રજુ કરવામાં આવેલ વર્તમાન સરકારનુ અંતિમ પૂર્ણ બજેટ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine